50 ઈસુ ચ્યાલ આખહે, “જો, તો પોહો જીવતો રોય” તો માટડો ઈસુવા વાત માની ગીયો એને જાતો રિયો.
તોવે ઈસુવે જોમાદારાલ આખ્યાં, “ગોઓ જો, જેહેકોય તો બોરહો હેય તેહેકોયજ તોહાટી ઓઅરી” એને ચ્યેજ ગેડી ચ્યા ચાકાર હારો જાયો.
ઈસુવે ચ્યાહાન એઇન આખ્યાં, “જાયા, એને તુમહે શરીર યાજકાહાલ દેખાડાં” યાહાટી ચ્યા એઇ હોકે કા તુમા હારાં ઓઅયાહા કા નાંય એને ચ્ચા વાટે ચાલતાંજ હારાં ઓઅઇ ગીયા.
ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”
રાજા ચાકારે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, મા પોહો મોઓઈ જાય, ચ્યા પેલ્લા ચાલ.”
તો આજુ વાટેમાય આતો તાંઉ ચ્યા ચાકાર ચ્યાલ મિળ્યાં ચ્યાહાય ચ્યાલ ખોબાર દેની કા, “તો પોહો જીવતો હેય.”
કાહાકા ચ્યાલ પુરો બોરહો આતો કા પોરમેહેર ચ્યાલ પાછો જીવતો કોઅય દેઅરી, આસલીમાય આમહે આખના મોતલાબ કેવળ ઈ હેય કા આબ્રાહામાય યોક રીતે ઈસાકાલ મોઅલા માઅને પાછો જીવતો મેળવ્યો.