4 નિકોદેમુસે ચ્યાલ આખ્યાં, “માઅહું ડાઆયા ઓઈ ગીયા, પાછે કેહે કોઇન જન્મો લેય હોકે? તો પાછો ચ્યા આયહે બુકામાય ઉરાઈન પાછો જન્મો લેય હોકહે કા?”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા, જોવે તુમા માઅહા પોહા શરીર નાંય ખાહા એને ચ્યા લોય નાંય પીયહા તોવે તુમહેમાય જીવન નાંય રોય.
તોવે ચ્યા શિષ્યહા માઅને બો બોદહાય ઈ વોનાયને આખ્યાં, “ઈ વાત કોઠાણ હેય, ઈ કું માની હોકહે?”
નાશ ઓઅનારાહા હાટી હુળીખાંબા હારી ખોબાર મૂર્ખતા હેય, બાકી આમહેહાટી એટલે તારણ મેળવનારાહાટી તી પોરમેહેરા સામર્થ્ય હેય.
બાકી દુનિયા લોક પોરમેહેરા પવિત્ર આત્મા હાચ્યો વાતો નાંય માને, કાહાકા પવિત્ર આત્મા મોદાતકોય ચ્યે વાતહે પારાખ ઓઅય હોકહે.