19 એને ડોંડ દેઅના કારણ ઈંજ હેય કા, ઉજવાડો દુનિયામાય યેનો, બાકી લોકહાય ઉજવાડા કોઅતા આંદારાલ પોસાન કોઅયા, કાહાકા ચ્યાહા કામે ખારાબ આતેં.
બાકી જો ચાકાર ચ્યા દોણ્યા ઇચ્છા જાંઅતો આતો, એને તિયારી નાંય રિયો, એને ચ્યા ઇચ્છા પરમાણે નાંય ચાલ્યો, ચ્યાલ બોજ માર પોડી.
પોરૂષી લોક જ્યા લોબી આતા, યો વાતો વોનાયને ઈસુ મશ્કરી કોઅરા લાગ્યા.
તો બોદા જીવના ઝરો હેય, એને તોજ બોદા માઅહાન ઉજવાડો દેહે.
તો ઉજવાડો આંદારામાય ચોમકેહે એને આંદારાં ચ્યાલ ઉલવી નાંય હોક્યા.
આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.
કાહાકા માઅહા વાહવા ચ્યાહાન પોરમેહેરા વાહવા કોઅતા વોદારી પ્રિય ગોમહે.
આંય યા દુનિયામાય ઉજવાડો બોનીન યેનહો, કા જો કાદો માયેવોય બોરહો કોએ, તો આંદારામાય નાંય રોય.
તુમા માયેવોય બોરહો નાંય કોઇ હોકે, કાહાકા તુમા યોકબીજા પાયને માન હોદતાહા, એને તુમા યોકુજ પોરમેહેરા પાયને માન મિળવા કોશિશ નાંય કોએત.
જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
દુનિયા લોક તુમહેઆરે આડાઇ નાંય કોઇ હોકે, બાકી મા આરે આડાઇ કોઅતેહે, કાહાકા આંય ચ્યાહા વિરુદ સાક્ષી દેતહાવ કા ચ્યાહા કામે ખારાબ હેય.
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
જાવ લોગુ આંય દુનિયામાય હેતાઉ, તાંવ લોગુ આંય દુનિયા ઉજવાડો હેતાઉ.”
ચ્યે તે પોરમેહેરા ઈ વિદી જાંઅતેહે કા ઓહડે-ઓહડે કામે કોઅનારે મોરણ ડૉડાહાટી યોગ્ય હેય, તેરુંબી નાંય કેવળ ચ્યા ઓહડે કામે કોઅતેહે, બાકી કોઅનારહાથી પ્રસન્નબી ઓઅતેહે.
બાકી જ્યેં સ્વાર્થી હેય એને હાચ્ચાયેલ નાંય માને, બાકી ખારાબ કામ કોઅતેહે, ચ્યાહાવોય પોરમેહેરા ગુસ્સો એને કોપ પોડી.
કા જોલે માઅહે હાચ્ચી વાત નાંય માને, બાકી પાપા કામ કોઅરા પોસંદ કોઅતેહે, પોરમેહેર ચ્યાહાન ડૉડ દેય.
એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.
બોદહાથી મહત્વા વાત ઈ હેય, કા તુમા હોમાજતાહા કા છેલ્લા દિહાહાથી ઈસુવા પાછા યેઅના પેલ્લા, કોલહાક ઓહડા લોક દેખાયી જ્યાહા જીવન ચ્યાહા પોતાના ખારાબ ઇચ્છાયેહે કોબજામાય ઓઅરી, ચ્યે ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના વાતે મજાક કોઅરી.