23 યાહાટી વિસ્વાસ્યાહામાય ઈ વાત ફેલાઈ ગીયી, કા તો શિષ્ય નાંય મોએ, તેરુંબી ઈસુય ચ્યાલ ઈ નાંય આખ્યાં, કા ઓ નાંય મોઅરી, બાકી ઈ આખ્યાં, “જો મા ઇચ્છાકોય તો આંય પાછો યીહીં તાંવ લોગુ તો જીવતો રોય, તે તુલ કાય?”
આંય, માઅહા પોહો, મા હોરગા દૂતહા આરે મા આબહા મહિમામાય યીહીં, એને ચ્યે સમયે આંય બોદહાલુજ ચ્યાહા કામહા ઇસાબે ઇનામ દિહી.
એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.
તાં આમહાન કોલાહાક વિસ્વાસી બાહા મિળ્યાં, એને ચ્યાહા આખવાથી આમહાન યોક આઠવાડ્યા ચ્યાહાઆરે રા આખ્યાં, એને પાછે આમા રોમ શેહેરામાય જાયના શુરવાત કોઅયી.
યાહાટી ઓ બાહાહાય, આપહે માઅને હાંત નાવાજલા માટડાહાન જ્યા પવિત્ર આત્માકોય એને બુદ્દિ કોય બોઆલા રોય, ઓહડાહાલ નિવડી લા, કા આમા ચ્યાહાન યા કામ હોઅપી દેજે.
દરેક સમયે જોવે તુમા બાખે ખાતહેં, એને યા વાટકામાઅને દારાખા રોહો પિતહેં, તે પ્રભુ મોરણાલ જાવ લોગુ તો નાંય યેય, ચ્યા પ્રચાર કોઅતેહે.
યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.
યાહાટી ઓ બાહાબોઅયેહેય, પ્રભુ પાછા યેયના લોગુ ધીર રાખા, જેહેકોય, ખેડુત દોરત્યેવોયને બોજ હારાં ફળા આશા રાખતા પેલ્લા એને છેલ્લા વોરહાદ પોડના લોગુ ધીર રાખહે. યાહાટી કા પાક વાદે એને વાડાહાટી તિયાર ઓએ.
બાકી જાવ લોગુ આંય નાંય યાંવ તાંવ લોગુ માયેવોય મજબુત બોરહો કોઅના સુરુ રાખજા.