8 પાછે બિજો શિષ્ય જો કોબારેપાય પેલ્લો જાઈ પોઅચ્યેલ તોબી માજે ગીયો એને ઈ એઇન કા ઈસુ મોઅલાહામાઅને જીવતો ઓઈ ગીયહો બોરહો કોઅયો.
આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘જોવે તો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા ચોપડીમાઅને આગના નાંય માને, તે જો મોઅલા માઅને બી કાદો જીવી ઉઠી તેરુંબી ચ્યા બોરહો નાંય કોઅરી.’”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “કાય તું બોરહો યાહાટી કોઅતોહો કા માયે તુલ ઈ આખ્યાં કા માયે તુલ અંજીરા જાડા તોળે દેખ્યો? તું યા કોઅતા મોઠે-મોઠે કામે એઅહે.”
જોવે બિજા શિષ્ય ચ્યાલ આખા લાગ્યા, “આમહાય પ્રભુવાલ દેખ્યો” તોવે ચ્ચાય ચ્યાહાન આખ્યાં, “ચ્યા આથામાય ખીલા ઠોક્યાં ચ્યા જોખમા વોણ એઉ એને ખીલહા વોણામાય મા આંગળી થોવુ એને ચ્યા પાહાળામાય મા આથ ટાકીન એઇ નાંય લાવ, તાં લોગુ આંય નાંય બોરહો કોઉ કા તો મોઅલા માઅને જીવતો ઉઠયહો.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “તુયે તે માન એઅયો તે તું બોરહો કોઅતોહો? ધન્ય હેય ચ્યે માન એઅયા વોગાર બોરહો કોઅતેહે.”
એને બેની શિષ્ય આરે-આરે દાંહા દેત, બાકી પિત્તરા કોઅતો તો બિજો શિષ્ય આગલા નિંગી ગીયો, એને કોબારેપાય પેલ્લો જાય પોઅચ્યો.