25 ચ્યાલ કાદા માઅહા ગોરાજ નાંય આતી કા, માઅહા બારામાય ચ્યાલ આખે, કાહાકા તો જાંઅતો આતો કા માઅહા મોનામાય કાય હેય?
ઈસુવે ચ્યાહા મોના વિચાર જાંઆઈન આખ્યાં, “તુમા તુમહે મોનામાય કાહા ખારાબ વિચાર કોઅતાહા?
આંદ્રિયાસ સિમોનાલ ઈસુવાપાય લેય ગીયો, ઈસુવે ચ્યાએછે એઇન આખ્યાં, “તું યોહાના પોહો સિમોન હેય, આમી પાછે તો નાંવ કેફા મતલબ પિત્તર રોય.”
ઈસુવે નતનએલાલ ચ્યાપાય યેતો એઇન ચ્યા બારામાય આખ્યાં, “એઆ, ઓ હાચ્ચો ઈસરાયેલી હેય, ચ્યામાય કાયજ જુઠા નાંય મીળે.”
ઈસુ તે ચ્યાલ દોગો દેનારાલ જાંઅતો આતો, ચ્યાહાટી ચ્યે આખ્યાં, કા “તુમા યોકાલ છોડીન બોદા ચોખ્ખાં હેય.”
ઈસુય મોનામાય ઈ જાંઅયા કા ચ્યા શિષ્ય એહેકેન ટુટરીયા કોઅતાહા એને ચ્યે ચ્યાહાન આખ્યાં, “કાય ઈ તુમહાન માયેવોય બોરહો કોઅરા રોકહે?
બાકી તુમહેમાઅને કોલાહાક એહેકેન હેય જ્યા ચ્યાવોય બોરહો નાંય કોએત,” કાહાકા ઈસુ ઈ જાંઅતો આતો કા જ્યેં બોરહો નાંય કોએત, ચ્યે કું હેય, એને કું માન દોઅવાડી દી.