21 બાકી ઈસુ ચ્યા શરીરાલ દેવાળા રુપામાય વાત કોઇ રિઅલો આતો.
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
યાહાટી ઈસુવા મોઅલા માઅને પાછો જીવી ઉઠના પાછે શિષ્યહાન ચ્યા ઈ વાત યાદ યેની. એને ચ્યાહાય પવિત્રશાસ્ત્ર એને ઈસુ આખલા વચનાવોય બોરહો કોઅયો.
તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.
તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.
પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”
કાહાકા પોરમેહેર આબહા પ્રસન્નતા ઈ વાત યામાયજ હેય કા, પોરમેહેરા પુરો સ્વભાવ ખ્રિસ્તામાય રોય.
યાહાટી છેતરાય મા જાહા, કાહાકા જોવે ખ્રિસ્ત માઅહું બોન્યો, તોવેબી તો પુરીરીતે પોરમેહેર આતો.
આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો.