19 ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “ઈ મંદિર તોડી પાડા, એને આંય તીન દિહામાય પાછો બોનાવી દિહી.”
યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
“એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહાહામાય ચ્યાલ પાછા બોનાવનારા, તો પોતાનેજ બોચાવ કોઅઇ લે જોવે તું પોરમેહેરા પોહો ઓરીતે, હુળીખાંબા ઉપને ઉતી પોડ.”
ચ્યાહાય આખ્યાં “ઓ માલિક, આમહાન યાદ હેય, કા એલો ઠોગ આજુ જીવતો આતો તોવેજ ચ્યે એહેકેન આખ્યેલ કા આંય મા મોઅના તીન દિહા પાછે, પાછો જીવી ઉઠહી.
“આમાહાય એલાલ એહેકેન આખતો વોનાયાહા કા, આંય માઅહા આથે બાંદલા દેવાળાલ તોડી પાડહીં, એને તીન દિહીહયામાય આંય યોક બીજાં દેવાળ તિયાર કોઅહી, જો આથેકોય નાંય બાંદલો રોઈ.”
એને વાટે જાતે માઅહે ટોલપા આલવી-આલવીન એહેકેન આખીન ચ્યા નિંદા કોએત કા, “એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહીહયામાય ચ્યાલ પાછા બોનાવનારા.
ઈસુય શિષ્યહાન હિકાડના સુરુ કોઅયા, “માન જીં માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને આગેવાન માઅહે, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યાલ નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો મોઅલાહામાઅને પાછો જીવતો ઉઠી.”
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય તો હેતાંવ જો મોઅલા માઅને પાછો જીવતો ઉઠયહો, જો કાદો માયેવોય બોરહો કોઅહે તો મોઅઇબી જાય, તેરુંબી જીવી.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.
બાકી ચ્યાલ પોરમેહેરે ચ્યા મોરણા બંધન માઅને છોડાવીન ચ્યાલ પાછો જીવતો કોઅયો, કાહાકા ઈસુલ મોરણા તાબામાંય નાંય રાખી હોકતા આતા.
યાજ ઈસુવાલ પોરમેહેરે મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, જ્યા આમા બોદા સાક્ષી હેજે.
એને તુમહાય લોકહાન જીવન દેનારાલ માઆઇ ટાક્યો બાકી પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડયો, ચ્યા આમા સાક્ષી હેજે.
પોરમેહેરાય ચ્યા ચાકારાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદહા પેલ્લા તુમહેપાય દોવાડયો, કા આપહે માઅને બોદહાલ ચ્યાહા પાપી જીવના માઅને ફેરવી લેયને પોરમેહેરા બોરકાત દેય.”
કાહાકા આમહાય ચ્યાલ એહેકોય આખતો વોનાયા, કા ઓજ નાજરેત ગાવામાઅને ઈસુ દેવાળાલ પાડી ટાકી, એને ચ્યે રીતીહીન બોદલી ટાકી જ્યો મૂસાય આપહાન હોઅપલ્યો હેય.”
બાકી જો આપાબી પોરમેહેરાવોય બોરહો કોઅજેહે, કા ચ્યાય આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ મોઅલામાયને પાછો જીવતો કોઅયો, તે આપાબી બોરહો કોઅલા લીદે ન્યાયી ઠોરહું.
એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.
એને જો પોરમેહેરા આત્મા જ્યાંય ઈસુલ મોઅલા માઅરે જીવાડયો, તુમહેમાય વાસ કોઅહે, જ્યાંય ખ્રિસ્તાલ મોઅલા માઅને જિવાડયોહો, તો તુમહે નાશમાન શરીરાલ બી પોતા આત્માકોય જો તુમહેમાય વાસ કોઅહે જીવાડી.
યાહાટી આંય તુમહાન પુછા માગહુ, કાહાકા આમા બોદહાય તુમહે વોચમાય ઓજ પ્રચાર કોઅયો કા જોવે ઈસુ ખ્રિસ્ત મોઅઇ ગીયો, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅય દેનો. તે તુમહેમાઅને કાદાં વિસ્વાસી કેહેકેન આખી હોકહે કા પોરમેહેર વિસ્વાસી લોકહાન મોરણા પાછે જીવતો નાંય કોએ.
કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.