39 નિકોદેમુસ બી, જો પેલ્લા ઈસુવાપાય રાતી ગીઅલો આતો, એલવા બેખાળલો લગભગ તેત્રીસ કિલો ગંધરસ લેય યેનો.
એને તો કાદાબી નુકસાન નાંય કોઅરી, જો યોકા સુંદાલા બુરળ્યા રોકો નોબળો ઓરી, એને દુમાડા વાળો દિવો નાંય ઉલવી, બાકી છેલ્લે તો ન્યાયામાય જીતી જાયના કારણ બોની.
બાકી બોજ લોક જ્યેં આમી પેલ્લે હેતેં, ચ્યે પાછલા ઓઅરી, એને જ્યેં આમી પાછલા હેય, ચ્યે પેલ્લે ઓઅરી.
ચ્યાહાય ચ્યા ગોઆમાય જાયન ચ્યા વાહના પોહાલ ચ્યા આયહે મરિયમે આરે દેખ્યાં, એને ઉંબડા પોડીન ચ્યા પોહા પાગે પોડ્યા, એને પોતે ઠેલ્યો ખોલીન ચ્યાલ હોના, એને લોબાન, એને બોળ બેટ દેના.
વોખાતેહે જોવે પોરમેહેરા આરામા દિહી પુરો ઓઅય ગીયો તોવે, મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયમ એને સાલોમી યો તીન બાયો ઈસુવા શરીરાલ લાવાં હાટી સુગંદી વસ્તુ વેચાતાં લેય યેન્યો.
તોવે મરિયમ યોક હેર (યોક હેર એટલે આરદો કિલો) બો મોઅગાં સુગંદી અત્તાર લેય યેની એને ઈસુવા પાગહાલ ચોપડી દેના એને તી ટોલપી કીહીંયે કોઇન નુહી ટાક્યા એને બોદા ગુઉ ચ્યા તેલા કોઇન સુગન્દિત ઓઈ ગીયા.
તોવે ઈસુવે આખ્યાં, “તી સોમાયા પેલ્લા માન ડાટના તિયારી હાટી ઈ કોઇ રિઅલી હેય.