9 એહેકેન યાહાટી જાયા, કા ઈસુવે જીં પેલ્લા આખલા આતા તી હાચ્ચાં ઓએ, “જ્યાહાન તુયે માન દેના, ચ્યાહામાઅને કાદા યોકાલબી નાંય ટાક્યો.”
જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.
ઈસુવે આખ્યાં, “આંય તે તુમહાન આખી ચુક્યો કા આંય હેતાંવ, જોવે તુમા માન હોદી રીઅલા હેય, તોવે યા લોકહાન જાં દિયા.”
એને માન દોવાડનારા મોરજી ઈ હેય કા, ચ્યે માન બોદા કાય દેનહા, ચ્યામાઅને કાયબી ટાકાય નાંય, બાકી છેલ્લે દિહી આંય જીવતો કોઉ.