38 પિલાત રાજાય ઈસુલ પુછ્યાં, “હાચ્ચાં કાય હેય?” એહેકેન આખીન તો પાછો બાઆ યહૂદી આગેવાનહાપાય ગીયો, એને ચ્યાહાન આખ્યાં, “મા તે યામાય કાયબી દોષ નાંય મીળે.
પિલાતેં એઅયા કા, ચ્યાથી કાયજ નાંય ઓઈ હોક્યા, ઉલટાં વિરુદ વોદતાંજ જાય, તોવે ચ્યે પાઆય લેઈને લોકહા દેખતે આથ દોવ્યા, એને આખ્યાં, “આંય એલા ન્યાયી માઅહાલ માઆઇ ટાકનાથી નિર્દોષ હેતાઉ, તુમાંજ ચ્યા જિમ્મેદાર હેય.”
પિલાતેં ચ્યાહાન પુછ્યાં, “કાહા, એલે કાય ગુનો કોઅયોહો?” બાકી લોકહા ટોળો પાછો જોરમાય બોંબલા લાગ્યા કા, “એલાલ હુળીખાંબાવોય માઆઇ ટાકાં.”
પિલાત રાજાય મુખ્ય યાજકાલ એને લોકહાન આખ્યાં, “યા માટડામાય કાય ગુનો નાંય દેખાય.”
પિલાત રાજા મેહેલામાય પાછો ગીયો એને ઈસુવાલ મેહેલામાય હાદિન પૂછ્યાં: “કાય તું યહૂદી લોકહા રાજા હેતો કા?
તોવે પિલાત રાજાય પાછો બાઆ નિંગીન લોકહાન આખ્યાં, “એઆ, આંય ચ્યાલ તુમહેપાય પાછો બાઆ લી યેતહાવ, કા તુમા જાઈ લેય કા માન કાયબી દોષ ચ્યામાય નાંય દેખાય.”
મુખ્ય યાજક એને દેવાળા રાખવાળ્યાહાય ચ્યાલ દેખ્યો, તોવે બોંબલીન આખતા લાગ્યા. “ચ્યાલ હુળીખાંબાવોય ચોડવા, હુળીખાંબાવોય,” પિલાત રાજાય આખ્યાં, તુમાંજ ચ્યાલ લી જાયને હુળીખાંબાવોય ચોડવા, કાહાકા માન ચ્યામાય કાયજ દોષ નાંય દેખાય.
મોઅલા માઅને પાછા જીવી ઉઠના વાત હાંબળીન કોલાહાક તે મશ્કરી કોઅરા લાગ્યા, એને બીજહાંય આખ્યાં, “ઈ વાત આમા તોપાઅને પાછા કોવેતેબી વોનાયુહું.”
બાકી ખ્રિસ્તા કિમતી લોયાથી, જો યોક શુદ્ધ એને નિર્દોષ ગેટા હારકો આતો.