31 પિલાત રાજાય આખ્યાં, “તુમાંજ ચ્યાલ લેય જાયને તુમહે નિયમશાસ્ત્રા પરમાણે ચ્યા ન્યાય કોઆ” યહૂદી આગેવાનહાય આખ્યાં, “આમહાન કાદા માઅહાલ માઆઇ ટાકના ઓદિકાર નાંય હેય.”
ચ્યાહાય આખ્યાં, “જોવે ઓ ગુનેગાર નાંય રોતો તોવે આમા યાલ તોપાય નાંય લી યેતા.”
ઈ યાહાટી જાયા, કા ઈ વાત પુરી ઓઅય, જીં ઈસુય ઈ દોર્શાવીન આખલી આતી, કા તો કેહેકેન મોઅરી.
બાકી ચ્યા બોંબલા લાગ્યા, “ચ્યાલ માઆઇ ટાકાં, માઆઇ ટાકાં, ચ્ચાલ હુળીખાંબાવોય ચોડવા” પિલાત રાજાય આખ્યાં, “કાય આંય તુમહે રાજાલ હુળીખાંબાવોય ચોડવી દાંઉ?” મુખ્ય યાજકાંય જવાબ દેનો, “કૈસર રાજા સિવાય આમે બિજો રાજા કાદો નાંય હેય.”