19 તોવે મહાયાજકાય ઈસુવાલ ચ્યા હિકાડના એને ચ્યા શિષ્યહા બારામાય પુછ્યાં.
બાકી ઈસુવાલ દોઇન ચ્યા ચ્યાલ કાયફા નાંવા મહાયાજકાપાય લેય ગીયા, તાં મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન યોખઠા ઓઅલા આતા.
પાછે ચ્યા ઈસુવાલ મહાયાજકા ગોઓ લેય ગીયા, એને બોદહા મુખ્ય યાજક, આગેવાન એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ તાં ટોળો વળ્યા.
એને ચ્યા ઈસુવા બુલ હોદાહાટી ચ્ચા પાછલા પોડ્યા યાહાટી ચ્ચાપાય બેદયા દોવાડયા યાહાટી કા ન્યાયી હારકો રુપ લેયને ઈસુવા કોઅહીબી વાતોમાય ફસવીન ચ્યાલ રાજ્યપાલા આથામાય હોઅપી દેય.