15 સિમોન પિત્તર એને યોક બિજો શિષ્યબી, ઈસુવા પાહલા ગીયા, ઓ બિજો શિષ્ય મહાયાજકા વોળખાત્યો આતો, એને તો ઈસુવાઆરે મહાયાજકા ગોઆ બાઆપુર ગીયો.
તોવે મુખ્ય યાજક એને લોકહા આગેવાન કાયફા નાંવા મહાયાજકા ગોઆ બાઆપુર યોખઠા જાયા.
પિત્તર દુઉ લોગુ ચ્યા પાહલા-પાહલા મહાયાજકા બાઆપુર લોગુ ગીયો, એને રાખવાળ્યાહા આરે આગડા પાય તાપાયા બોઠો.
ચ્યાહાય ચ્યાલ દોઅયો એને મહાયાજકા ગોઅ લેય ગીયા, બાકી પિત્તર દુઉ રોયન ચ્યા પાહલા-પાહલા ચાલ્યો.
પાછે હન્નાયેં ઈસુવાલ બાંદલોજ કાયફા મહાયાજકાપાય દોવાડયો.
એને ચ્યા ઈસુવાલ કાયફા મહાયાજકા ઇહિને પિલાત રાજા મેહેલામાય લેય ગીયા, એને હાકાળ્યો સમય આતો, બાકી યહૂદી આગેવાન મેહેલા માજે નાંય ગીયા કા બાટાય નાંય જાય બાકી પાસ્કા ખાઅના ખાય હોકે.