10 તોવે સિમોન પિત્તરે તારવાયે કોઇન મહાયાજકા ચાકારાલ ઠોક્યો એને ચ્યા જમણો કાન કાપી ટાક્યો, ચ્યા ચાકારા નાંવ માલખુસ આતા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “આંય તુલ હાચ્ચાં આખતાહાવ કા આજે રાતી કુકાડ બેનદા વાહાયી ચ્યા પેલ્લાજ, તું માન તીનદા નાકાર કોઅઇ દેહે કા તું માન નાંય વોળખે.”
ઈસુવા પાહાય ઉબા રીઅલા આતા, ચ્યાહામાઅને યોકે જાંએ ચ્યા તારવાય કાડીન મહાયાજકા ચાકારા ઉપે ચાલાડી, એને ચ્યા કાન કાપી ટાક્યો.
બાકી ચ્યે ચ્યાલ આખ્યાં, “પ્રભુ, તોઆરે આંય જેલેમાય જાં બી એને મોરાં બી તિયારી હેતાઉ.”
મહાયાજકા ચાકારા માઅને યોક જો ચ્યા હોગવાડ્યો આતો, જ્યા પિત્તરે કાન તોડી ટાકલો, ચ્યે આખ્યાં, “કાય માયે તુલ ઈસુઆરે વાડીમાય નાંય દેખ્યેલ?”