24 ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.
ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
તોવે, રાજા ચ્યા જમણી વાળાહાલ આખરી, ‘ઓ મા આબહા બોરકાતવાળા લોક, યા, એને મા એને ચ્યા રાજ્યા ઓદિકારી ઓઅઇ જાય, જીં દુનિયા શુરવાતથી તુમહેહાટી તિયારી કોઅલા હેય.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, ચ્યા પાછે, આંય ચ્યા દિહયા લોગુ પાછે કોવેજ દારાખા રોહો નાંય પિયું, જાંઉ લોગુ આંય પોરમેહેરા રાજ્યામાય નોવો દારાખા રોહો નાંય પીયહીં”.
ધન્ય હેય ચ્યા ચાકાર, જ્યાહાન માલિક પાછો યેયનાહાટી વાટ એઅતા દેખે, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા ચ્યાહા માલિક યોકા ચાકારા હારકે ફાડકે પોવીન ચ્યાહાન ખાઅના ખાં બોહતાડી, એને ચ્યાહાપાય યેયન ચ્યાહા સેવા કોઅરી.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “તુલ હાચ્ચાં આખતાહાવ આજેજ તું મા આરે હોરગા લોકહામાય રોહે.
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
જીં માઅહું મા સેવા કોઅહે તો મા શિષ્ય બોને, તોવે જાં આંય હેય, તાં મા સેવક બી ઓરી, જો કાદો મા સેવા કોએ, તો પોરમેહેર આબો ચ્ચા કદર કોઅરી.
આંય તાં જાયને જાગો તિયાર કોઇન પાછે આંય પાછો યેયન, તોવે તુમહાન મા આરે રા લેય યીહીં, યાહાટી કા જાં આંય હેતાઉ તાં તુમાબી રોહા.
જેહેકેન પોરમેહેર આબહે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, મા પ્રેમમાય બોની રોજા.
કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.
એને તી મહિમા જીં તુયે માન દેનલી હેય, તી માયે ચ્યાહાન દેનહી, યાહાટી કા ચ્યા તેહેકેન યોક ઓઈ જાય, જેહેકેન આપા હેજે.
એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”
આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.
એને માન દોવાડનારા મોરજી ઈ હેય કા, ચ્યે માન બોદા કાય દેનહા, ચ્યામાઅને કાયબી ટાકાય નાંય, બાકી છેલ્લે દિહી આંય જીવતો કોઉ.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આબ્રાહામા જન્મો જાયો ચ્યા પેલ્લા આંય હેતાઉ.”
આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે.
આંય ઈ બેન્યાહા માઅને કાય નિવડુ માન હુજ નાંય પોડે, ઇચ્છા તે હેય કા મોઅઇ જાવ એને ખ્રિસ્તાઆરે રોઉં, કાહાકા ઈ બોજ હારાં હેય.
ચ્યા પાછે આપા જ્યા જીવતા એને બોચી રહું, આપા ચ્યાહા આરેજ વાદળાવોય ઉઠાવાય જાહાંવ, એને આકાશામાય પ્રભુ ઈસુઆરે મિળહું, એને ચ્યા સમયાપાઅને આપા સાદા પોરમેહેરાઆરે રોહુ.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
ઓ પ્રિયાહાય, આમી આપા પોરમેહેરા પોહેં હેય, એને આમી લોગુ ઈ માલુમ નાંય હેય, કા આપા કાય બોનહું, બાકી ઓલહાં જાંઅજેહે, કા જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યેઅરી તોવે આપાબી ચ્ચા હારકા રોહુ, કાહાકા આપા ચ્ચાલ આસલીમાય તો જેહેકોય હેય તેહેકેન એઅહુ.
માયે કોઅહાજ દેવાળા નાંય દેખ્યા, કાહાકા સર્વશક્તિમાન પ્રભુ પોરમેહેર એને ગેટા ચ્યા શેહેરામાય હેય, યાહાટી તાં કોઅહાજ દેવાળા ગોરાજ નાંય હેય.
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.