15 આંય ઈ પ્રાર્થના નાંય કોઅઉ, કા તું ચ્યાહાન દુનિયામાઅને લીલે, બાકી ઈ કા તું ચ્ચાહાન ચ્યા દુષ્ટ એટલે સૈતાન પાઅને બોચાવી રાખ.
બાકી તુમહે વાત હાં તે હાં નાંય તે નાંય રા જોજે; કાહાકા જીં કાય ચ્યાથી વોદારે ઓઅરી તીં જુઠા કામહાથી એટલે સૈતાનથી ઓઅહે.
આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”
‘એને આમહાન આમહે પાપહા માફી દે’ કાહાકા આમા આમહે દુશ્માનાહાન માફી દેજહે ‘આમહાન પરીક્ષામાય મા ટાકહે’ બાકી સૈતાનાથી બોચાડ.”
બાકી માયે તોહાટી પ્રાર્થના કોઅયી, કા તું માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઆ, એને પાછો પોસ્તાવો કોઇન તોવે તો બાહહાન તું માયેવોય બોરહો કોઅરા મજબુત કોઓ.”
આમહે પાપા લીદે પોરમેહેર એને આબા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તાય પોતાલ આમે પાપહાહાટી બલિદાન કોઅય દેના જેથી આપા યા ચાલુ સમાયામાય દુનિયા લોકહા ખારાબ પ્રભાવાકોય બોચાવે.
બાકી પ્રભુ બોરહાવાળો હેય, તો તુમહાન આત્મિક રીતે મજબુત કોઅરી, એને તુમહાન સૈતાનાપાઅને બોચાવી રાખી.
આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.
આપા જાંઅજેહે, કા જીં કાદા પોરમેહેરા પોહો હેય, તો પાપ કોઅયાજ નાંય કોએ, કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ચ્યાલ બોચાવી રાખહે, એને સૈતાન ચ્યાલ આથ નાંય લાવી હોકે.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.