6 બાકી માયે જો યો વાતો તુમહાન આખ્યો, યાહાટી તુમા મોનામાય બોજ દુ:ખી ઓઈ ગીયા.
પાછે પ્રાર્થના માઅને ઉઠીન તો શિષ્યહાપાય ગીયો, તોવે ચ્યા નિરાશા લેદે હુતલા દેખ્યા.
ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “યો કાય વાતો હેય, જ્યો તુમા ચાલતા-ચાલતા યોક બિજા આરે કોઅતાહા?” ચ્યા ઉબા રોય ગીયા એને ચ્યાહા મુંયાવોય બોજ નિરાશ લાગી રીઅલા આતા.
“તુમા મોનામાય દુઃખી નાંય ઓઅતા, તુમા પોરમેહેરાવોય બોરહો કોઅતાહા માયેવોય બી બોરહો કોઆ.