27 કાહાકા આબો પોતે તુમહાવોય પ્રેમ કોઅહે, કાહાકા તુમહાય માયેવોય પ્રેમ કોઅયાહાં, એને તુમા બોરહો કોઅતાહા કા આંય આબાઇહીને યેનહો.
જીં માઅહું આબહાલ યા આયહેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં માઅહું મા શિષ્ય બોના લાયકે નાંય હેય, એને જીં માઅહું પોહા યા પોહયેલ મા કોઅતો બોજ પ્રેમ કોઅહે, તીં મા શિષ્ય બોના લાયકે નાંય હેય.
જો મા આગના જાંઅહે એને પાળહે તોજ માયેવોય પ્રેમ કોઅહે, એને જો માયેવોય પ્રેમ કોઅહે, ચ્યાવોય મા આબહો પ્રેમ કોઅરી, એને આંય ચ્યાવોય પ્રેમ કોઅહી, એને આંય પોતાલ ચ્યાવોય પ્રગટ કોઅહી.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય પોતાલ ઓહડા લોકહાન દેખાડતાહાવ, જ્યેં માયેવોય પ્રેમ કોઅતેહે, એને મા આગના પાળતેહે, એને મા આબહો ચ્યાવોય પ્રેમ કોઅરી, એને આપા ચ્યા પાહે યાહાવ, એને ચ્યાઆરે રાહાવ.
આમી આમહાન ખોબાર પોડી ગિઇ, કા તું બોદા જાંઅતોહો, એને તુલ કાદા ગોરાજુજ નાંય કા કાદાં તુલ સાવાલ પુછે, યાકોય આમા બોરહો કોઅજેહે કા તું પોરમેહેરા ઇહિને યેનહો.”
આંય ચ્યાહામાય એને તું માંયેમાય, યાહાટી કા ચ્યા પુરેરીતે કોઇન યોક ઓઈ જાય એને દુનિયા લોકહાન ખોબાર પોડે કા તુયે માન દોવાડયો, એને જેહેકેન તુયે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન ચ્યાહાવોય પ્રેમ કોઅલા હેય.
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
કાદાં માઅહું હોરગામાય નાંય ગીયહા બાકી કેવળ આંય, માઅહા પોહો હોરગામાઅને નિચે ઉતી યેનહો.
બાકી આંય ચ્યાલ વોળાખતાહાવ, કાહાકા આંય ચ્યાપાઅને યેનહો એને ચ્યે માન દોવાડયોહો.”
ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.
કાહાકા માઅહા પાપી સ્વભાવા લીદે જીં કામ મૂસા નિયમ નાંય કોઅય હોક્યા, ચ્યાલ પોરમેહેરાય પુરાં કોઅયા, એટલે પોરમેહેરાય પોતાના પોહો ઈસુ ખ્રિસ્તાલ માઅહા હારકા પાપી શરીરા સમાનતામાય આપહે પાપહા બલિદાન ઓઅરાહાટી દોવાડયો, એહેકેન પોરમેહેરાય ખ્રિસ્ત ઈસુ શરીરાકોય પાપા શક્તિલ તોડી દેના.
પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.
જો કાદાં પ્રભુવોય પ્રેમ નાંય કોએ તે તો સ્રાપિત હેય. ઓ આમહે પ્રભુ યે.
કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે.
બાકી જોવે ઠીક સમય યેનો, તે પોરમેહેરાય પોતાના પોહાલ યા દુનિયામાય દોવાડયો, એને યોક થેએયેય ચ્યાલ જન્મો દેનો, તો મૂસા નિયમ પાળનામાય રોતો આતો.
જ્યેં માઅહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ પ્રેમ કોઅતેહે, ચ્યા બોદહાવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય.
ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.
કાહાકા જ્યાલ પ્રભુ, પ્રેમ કોઅહે ચ્યાલ તો શિક્ષાબી કોઅહે, એને જ્યાલ પોહો ગોણહે, ચ્યાલ મારબી દેહે.”
તુમહાય ઈસુલ કોદહી નાંય દેખ્યોહો, બાકી તેરુ ચ્યાલ તુમા પ્રેમ કોઅતાહા. તુમા ચ્યાલ આમીબી નાંય એએ. બાકી તેરુંબી તુમા ચ્યાવોય બોરહો થોવતાહા. યાહાટી, તુમા આનંદ એને મહિમાથી બોજ ખુશ ઓઆ જ્યાલ શબ્દામાય વર્ણન નાંય કોઅલા જાય હોકે.
યાહાટી આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅજેહે, કાહાકા પેલ્લા પોરમેહેરાય આપહાવોય પ્રેમ કોઅયા.
આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.
વોનાય, જ્યા સૈતાના ટોળા હેય, ચ્યા એહેકેન હોમાજતાહા કા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેતા, બાકી હેય નાંય, એને જુઠા બોલતાહા, આંય એહેકેન કોઅહી કા યહૂદી યેયન તો હામ્મે પાગે પોડી, એને ઈ જાંઆય લી કા, આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ.