20 આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમા મા મોઅના પાછે રોડહા એને દુઃખી ઓઅહા, બાકી દુનિયા લોક આનંદ કોઅરી, તુમહાન દુઃખ ઓઅરી, બાકી જોવે તુમા માન પાછા એઅહા, તોવે તુમહે દુઃખ આનંદામાય બોદલાય જાય.
બાકી જોવે ખેડુતાહાય ચ્યા પોહાલ યેતા દેખ્યા, તે ચ્યાહાય યોક બીજહાન આખ્યાં, ‘એલો તે વારસદાર હેય, ચાલા, એલાલ આપા માઆઇ ટાકતા, તોવે વારસો આપહે ઓઅઇ જાઅરી.’
ધન્ય હેય જ્યેં, શોક કોઅતેહે, કાહાકા પોરમેહેર ચ્યાહાન ઈંમાત દેઅરી.
તોવે ચ્યેજ ગેડયે કુકાડ બીજાદા વાહાયો એને પિત્તરાલ ઈસુવા આખલી વાત યાદ યેની, “કુકાડ બેનદા વાહાયી ચ્યા પેલ્લા તું માન તીનદા નાકાર કોઅઇ દેહે કા તું માન નાંય વોળખે” એને તોવે પિત્તર ચ્યા પોતે દુ:ખાલ તાબામાંય નાંય કોઅઇ હોક્યો એને તો હુંઅકા ટાકીન રોડાં લાગ્યો.
તી ઈસુવા શિષ્યહાપાય ગિઇ એને શિષ્યહાન આખ્યાં કા કાય જાયલા હેય, શિષ્ય ઈસુવાહાટી રોડતા એને કોકાળતા આતા.
પાછે પ્રાર્થના માઅને ઉઠીન તો શિષ્યહાપાય ગીયો, તોવે ચ્યા નિરાશા લેદે હુતલા દેખ્યા.
એને તોવે પિત્તર ચ્યા પોતે દુ:ખાલ તાબામાંય નાંય કોઇ હોક્યો એને તો હુંઅકા ટાકીન રોડાં લાગ્યો.
ચ્યા પાહલા માઅહા મોઠી ગીરદી જાય એને બોજ બાયો ચ્યાહાટી રોડત્યો આત્યો, એને દુઃખ કોઅત્યો આત્યો.
ઈસુવે ચ્યાહાન પુછ્યાં, “યો કાય વાતો હેય, જ્યો તુમા ચાલતા-ચાલતા યોક બિજા આરે કોઅતાહા?” ચ્યા ઉબા રોય ગીયા એને ચ્યાહા મુંયાવોય બોજ નિરાશ લાગી રીઅલા આતા.
બાકી આમહાન આશા આતી, કા ઓજ ઈસરાયેલા લોકહા બોચાવ કોઅરી, એને યો બોદયે વાતહે સિવાય, યો બોદ્યો વાતો ઓઇન તીન દિહી ઓઈ ગીયહા.
ધન્ય હેય તુમા, જ્યેં બુખે હેય, કાહાકા તુમા દારાયન મોરસાય જાહા. ધન્ય હેય તુમા, જ્યા આમી રોડતાહા, કાહાકા તુમા ઓહાહા.
માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”
બાકી માયે જો યો વાતો તુમહાન આખ્યો, યાહાટી તુમા મોનામાય બોજ દુ:ખી ઓઈ ગીયા.
ઈ આખીન પાછે તો ચ્યાહાન ચ્યા આથ એને પાહાળા દેખાડયાં, એને શિષ્યહાય પ્રભુલ એઅયો એને બોજ આનંદિત ઓઅયા.
ચ્યા યે વાતે લીદે ખુશ ઓઇન મોઠી સોબાયે હોમ્મેને જાતા રિયા, કા આપા ઈસુ લીદે અપમાનિત ઓઅના લાયકે ઠોર્યા.
ફક્ત ઓલહાંજ નાંય, બાકી આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાકોય પોરમેહેરાઆરે આપહે મેળમિલાપ ઓઅય ગીઅલો હેય, યાહાટી આપા પોરમેહેરામાય આનંદિત હેજે.
આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
બાકી પવિત્ર આત્માકોય યા ગુણ ઉત્પન ઓઅતાહા, ચ્ચા યા હેય, પ્રેમ કોઅના, આનંદામાય રોઅના, શાંતીમાય રોઅના, ધીરજ રાખના, એને દયા કોઅના, એને હારેં કામે કોઅના, ઈમાનદારીકોય રોઅના,
તુમહાય આમહે એને પ્રભુવા અનુસરણ કોઅયા તુમહાવોય બોજ મુશ્કેલી આતી તેરુંબી તુમહાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબારેલ આનંદથી ગ્રહણ કોઅયો, જો પવિત્ર આત્માકોય દેનલો હેય.
ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.
પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.
એને દોરતીવોય રોનારા બોદા લોક ચ્યાહા મોરણાકોય આનંદિત એને મગન ઓરી, એને યોકબિજાલ બેટ દોવાડી, કાહાકા યા બેની સાક્ષીદારહાય દોરતીવોય રોનારાહાલ સતાવણી કોઅલી આતી.
ચ્યેય જોલી પોતા બોડાય એને મોજ્યા કોઅયી, તોલા ચ્યેલ વોદારી પીડા એને દુઃખી કોઆ, તી બાબેલ શેહેર પોતાના મોનામાય આખહે, “આંય યોક રાણી હારકી લોકહાવોય રાજ્ય કોઅહી, આંય વિધવા નાંય હેત્યાઉ, એને આંય કોયદિહી શોક નાંય મોનાઉં.”