25 ઈ યાહાટી જાયા કા નિયમશાસ્ત્ર માય લોખલાં હેય તી હાચ્ચાં બોને, કા “ચ્યાહાય વોગાર કારણે મા આરે આડાઇ કોઅયી.”
દુખ્યાહાન હારેં કોઅયા, મોઅલાહાન જીવતે કોઅરા, કોડળ્યાહાન હારેં કોઅયા, એને બુતાહાન કાડી ટાકજા, તુમાહાય મોફાત મેળવ્યાહાં તે મોફાત દા.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “કાય તુમહે નિયમશાસ્ત્ર માય એહેકેન નાંય લોખલાં હેય, માયે આખ્યાં, ‘તું ઈશ્વર હેય’?
આંય તુમા બોદહા બારામાય નાંય આખું, કાહાકા માયે જ્યાહાન નિવડી લેદલા હેય, આંય ચ્યાહાન જાંઅતાહાંવ, બાકી એહેકેન યાહાટી ઓઈ રીઅલા હેય કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓરા જોજે, કા જ્યાંય મા આરે ખાઅના ખાદાં, ચ્યાય માન દોગો દેનો.
યો વાતો યાહાટી જાયા કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં ઓએ, કા “ચ્યા યોકબી આડકાં મૂડી નાંય ટાકી.”
આમા જાંઅતાહા, કા મૂસા નિયમ જીં કાય આખહે તી ચ્યાહાનુજ આખહે જ્યેં મૂસા નિયમા આધીનમાય હેય, જેથી કાદાજ માઅહું બાહાનો નાંય કોઅય હોકે, એને દુનિયા બોદા લોક પોરમેહેરા હામ્મે દોષી ઠોરે.
બાકી પોરમેહેરે ચ્યા સદા મોયાથી આપહાન ઈસુ ખ્રિસ્તાકોય આપહે પાપહા ડૉડથી છુટકા કોઅયા, આપહાય કાયજ નાંય કોઅયા વોગાર પોરમેહેર આપહાન ન્યાયી બોનાડેહે.
માયે તુમહાન પોરમેહેરા હારી ખોબાર મોફાતમાય વોનાડી, એને પોતે પોતાનાલ નિચો કોઅયો, એટલે તુમા ઉચા ઓઅય જાય, તો કાય માયે ઓહડા કોઅવાથી ખોટાં કોઅયાહાં?
આંય ઈ વાત માનતાહાવ કા પોરમેહેરાય આમહે પ્રતિ ચ્યા સદા મોયા લીદે આપહાન બોચાવ્યા, કાહાકા જો લોક મૂસા નિયમ પાળીન ન્યાયી બોનતે, તે ખ્રિસ્તાલ હુળીખાંબાવોય ચોડીન મોઅરા નાંય પોડતા.
એને આમહાય કાદા પાયને બાખે મોફાત નાંય ખાદી, બાકી કઠીણ મેઅનાત કોઇન રાત દિહી કામ કોઅતા આતા, કા આમહાન આમહે ગોરાજ પુરી કોઅરાહાટી બીજહા આધારાવોય નાંય રા પોડે.
પાછે ચ્યે માન આખ્યાં, યો બોદ્યો વાતો પુર્યો ઓઅય ગીયહો, “આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ. જીં કાદાં પીહ્યા હેય, ચ્યાલ આંય જીવન દેનારા પાઅયા ઝરા માઅને મોફાત પાઆય પાજહી.
પવિત્ર આત્મા એને ગેટા વોવડી યે બેની ઈસુલ આખતેહે, “યે!” એને વોનાનારાબી આખે “યે!” જો પિહો હેય તો યેય, એને જીં ચ્યાલ જોજહે તીં જીવના પાઆઈ મોફાત લેય.