19 જોવે તુમા દુનિયા લોકહા રોકે રોતે, તોવે દુનિયા લોક પોતે માઅહાલ પ્રેમ કોઅતા, બાકી તુમા દુનિયા લોક નાંય હેતા, બાકી માયે તુમહાન દુનિયામાઅને નિવડી લેદહા, ચ્યાહાટી દુનિયા લોક તુમહેઆરે આડાઇ કોઅતાહા.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
તોવે જ્યા લોક તુમહે વિરુદ કોઅતાહા ચ્યા આબદા દાંહાટી તુમહાન દોઅવાડી દી, એને તુમહાન માઆઇ ટાકવામાય યી, કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદી જાત્યા લોક તુમહેઆરે દુશ્માની કોઅરી.
કાહાકા જો તું તો પ્રેમ રાખનારાવોય પ્રેમ રાખહે તોવે તુમહાય કાય હારાં કોઅયા? પાપી માઅહું બી પ્રેમ રાખનારાવોય પ્રેમ રાખહે.
આંય તુમા બોદહા બારામાય નાંય આખું, કાહાકા માયે જ્યાહાન નિવડી લેદલા હેય, આંય ચ્યાહાન જાંઅતાહાંવ, બાકી એહેકેન યાહાટી ઓઈ રીઅલા હેય કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓરા જોજે, કા જ્યાંય મા આરે ખાઅના ખાદાં, ચ્યાય માન દોગો દેનો.
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન બાર જાંણહાન નિવડી લેદા નાંય કા? તેરુંબી તુમહામાઅને યોક માઅહું સૈતાના તાબામાંય હેય.”
ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.
કાહાકા તુમા લોકહાય અવિસ્વાસી ઇચ્છા પરમાણે કામ કોઅરા, એને વ્યબિચારા ખારાબ ઇચ્છાયો, વિષયવાસના, ભોગ વિલાસ, પિદાડ, એને ધિક્કારપાત્ર મુર્તિપુજા માય જો સમય વિતાવ્યો, તો બો જાયો.
એને આદામા પોહો કાઈના હારકા મા બોનહા, જો ચ્ચા સૈતાનથી આતો, એને જ્યાંય પોતે બાહાલ માઆઇ ટાક્યો, એને તો ચ્ચાલ કોઅયેહે કારણથી માઆઇ ટાક્યો? યે કારણે કા કાઈના કામ ખારાબ આતેં એને ચ્ચા બાહા હાબેલા કામે ન્યાયી આતેં.
ચ્યા લીદે, અજગર ચ્યે થેએયેવોય બોજ ખિજવાય ગીયો, યાહાટી ચ્યાય થેએયે વંશજાહા વિરુદ લોડાય કોઅના ઘોષણા કોઅય દેની, એટલે ચ્યા લોકહા વિરુદ જ્યા પોરમેહેરા આગના પાલન કોઅતાહા, એને ઈસુવા કોય હિકાડલી શિક્ષા અનુસરણ કોઅરાહાટી મજબુત બોની રોતહા.
ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.