18 જોવે દુનિયા લોક તુમહેઆરે આડાઇ કોએ, તોવે યાદ કોઆ કા ચ્ચાહાય તુમહેઆરે આડાઇ કોઅરા પેલ્લા ચ્યાહાય મા આરેબી આડાઇ કોઅયીહી.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
તોવે જ્યા લોક તુમહે વિરુદ કોઅતાહા ચ્યા આબદા દાંહાટી તુમહાન દોઅવાડી દી, એને તુમહાન માઆઇ ટાકવામાય યી, કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદી જાત્યા લોક તુમહેઆરે દુશ્માની કોઅરી.
ધન્ય હેય તુમા, જોવે લોક તુમહાન મા શિષ્ય હેય, યા લેદે અપમાન કોઅરી, એને સતાવણી કોઅરી એને જુઠા બોલી બોલીન તુમહે વિરુદમાય બોદી રીતે ખારાબ વાતો આખરી.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી, બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી બોચાવ ઓઅઇ જાઅરી.
ધન્ય હેય તુમા, માઅહા પોહા લેદે તુમહેઆરે દુશ્માની કોઅરી, એને સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેઅરી, એને નિંદા કોઅરી, એને તુમહાન ખારાબ જુઠા હોમજીન નાંવ ખોડી ટાકી.”
“ઈ વાત તુમહાન માયે યાહાટી આખી, કા તુમહે બોરહો ટુટી નાંય જાય.
માયે તુમહાન યો વાતો યાહાટી આખ્યાં, યાહાટી કા તુમહાન મા લીદે શાંતી મીળે, દુનિયામાય તુમહાન આબદા પોડી, બાકી ઈંમાત રાખા, માયે યા દુનિયા શાસક એટલે સૈતાનાલ આરવી દેનલો હેય.”
કાહાકા જીં માઅહું ખારાબ કામ કોઅહે, તી ઉજવાડા વિરુદ કોઅહે, એને ચ્યા ખારાબ કામહા ખોબાર નાંય પોડા જોજે યાહાટી તી ઉજવાડામાય નાંય યેય.
દુનિયા લોક તુમહેઆરે આડાઇ નાંય કોઇ હોકે, બાકી મા આરે આડાઇ કોઅતેહે, કાહાકા આંય ચ્યાહા વિરુદ સાક્ષી દેતહાવ કા ચ્યાહા કામે ખારાબ હેય.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.
વિચાર તે કોઆ કા, પોરમેહેર આબહાય આપહાવોય કેહેકેન પ્રેમ કોઅલા હેય, કા આપા પોરમેહેરા પોહેં આખાજે, એને હાચ્ચાંજ આપા ચ્ચા પોહેં હેય બી, બાકી જ્યા લોક યા દુનિયાઆરે સબંધ રાખતાહા ચ્ચા ઈ નાંય જાંએતકા આપા પોરમેહેરા પોહેં હેય કાહાકા ચ્ચા પોરમેહેર આબહાલ નાંય જાંએત.
ઓ બાહાહાય, જો યા દુનિયા લોક તુમાહાલ આડાઇ કોઅતેહે તે નોવાય મા કોઅહા.
એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.