31 આંય તેહેકેજ કોઅતાહાંવ જેહેકેન આબહે માન આગના દેનહી, યાહાટી કા દુનિયા લોકહાન ખોબાર પોડે કા આંય આબહાવોય પ્રેમ કોઅતાહાંવ, ઉઠા, આપા ઇહિને જાતા.
પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.”
ઉઠા, ચાલા, એઆ, જો માન દોઅવાડી દાંહાટી મોદાત કોઅઇ રિઅલો હેય, તો આમી યેય રિઅલો હેય.”
માન માહારુજ યોક ભયંકર આબદા બોગાવના હેય, જાવ લોગુ તી આબદા નાંય બોગવું, તાંઉલોગુ મા જીવ કોલો નિરાશ હેય!
મા જીવ માયેપાઅને કાદો પેચકી નાંય લેય, બાકી આંય મા મોરજી કોઇન દેતહાવ, માન ચ્યાલ દેઅના બી ઓદિકાર હેય, એને પાછા લેઅના બી ઓદિકાર હેય, ઈ આગના મા આબહે માન દેનહી.”
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
કાહાકા માયે મા પોતા ઓદિકારા કોઇન વાત નાંય કોઅયી, બાકી પોરમેહેર આબહે જ્યેં માન દોવાડયોહો ચ્યાય માન આગના દેનહી, કા આંય કાય આખું એને કેહેકેન આખું?
પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો.
જેહેકેન પોરમેહેર આબહે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, મા પ્રેમમાય બોની રોજા.
તોવે ઈસુવે પિત્તરાલ આખ્યાં, “તો તારવાય દુઉ કોઓ, જીં દુઃખ બોગવાં પોરમેહેર આબહે માન દોવાડયો કાય આંય તી નાંય બોગવું?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
પોતે દિન બોનીન પોરમેહેરા આગનામાય રોયન મોઅરાહાટીબી તિયાર આતો, એને યોકા ગુનેગારા હારકો હુળીખાંબાવોય મોઅઇ ગીયો.