30 આમી માયેપાંય તુમહેઆરે વાત કોઅરા બોજ સમય નાંય હેય, કાહાકા યા દુનિયા શાસક સૈતાન યેય રોયહો, એને માયેવોય ચ્યા કાય ઓદિકાર નાંય.
હોરગા દૂતાય જાવાબ દેનો કા, “પોરમેહેરા પવિત્ર આત્મા તો ઉપે ઉતી, પરમપ્રધાન પોરમેહેરા સામર્થ્ય તો ઉપે છાવાડો કોઅરી, ચ્યાહાટી તોપાઅને જન્મો લેનારો પોહો પવિત્ર ઓઅરી, તો પોરમેહેરા પોહો આખાયી.
જોવે આંય દિનેરોજ દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુંબી તુમહાય માન નાંય દોઓયેલ. બાકી આમીતે તુમહે સમય હેય, એને આંદારાં ઓદિકાર ચાલહે.”
આમી યા દુનિયા લોકહા ન્યાય કોઅરાહાટી પોરમેહેરા સમય હેય, એને ઈસુકોય યા દુનિયા શાસક સૈતાના શક્તિ નાશ કોઇ દી.
ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
એને તુમા દુનિયા લોકહા હારકે જીવન જીવતે આતેં, એટલે સૈતાના આગના પાલન કોઅતે આતેં, જો આકાશામાય ખારાબ આત્માહાવોય શાસન કોઅહે, એને આમી પોરમેહેરા આગના નાંય માનનારા લોકહાન ચ્યા તાબામાંય કોઅરાહાટી કોશિશ કોઅહે.
કાહાકા આપહે લોડાય દુનિયા માઅહા આરે નાંય, બાકી આમા પ્રધાના એને ઓદિકાર્યાહા વિરુદ એને અંધકાર શક્ત્યે આરે એને આત્મિક સંસારા સામર્થ્યા વિરુદ લોડી રીયહા.
કાહાકા ચ્ચાય આપહાન સૈતાના તાબામાઅને છોડાવ્યા એને ચ્યા પ્રિય પાહા રાજ્યામાય લેય યેનો.
આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા.
એહેકેનુજ મહાયાજક આમહે ગોરાજ પુરી કોઅય હોકતો આતો, જો પવિત્ર ઓરી, દોષવોગાર ઓરી, શુદ્ધ ઓરી, પાપી લોકહાથી દુર રોતો ઓરી, જ્યાલ હોરગાથીબી ઉચો ઉઠાવલો ગીયો ઓરી.
બાકી ખ્રિસ્તા કિમતી લોયાથી, જો યોક શુદ્ધ એને નિર્દોષ ગેટા હારકો આતો.
પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.”
ઓ પ્રિય પાહાહાય, તુમા પોરમેહેરા લોક હેય એને તુમહાય ચ્ચા જુઠા ભવિષ્યવક્તા વોય જીત મેળાવલી હેય, કાહાકા જો તુમહામાય હેય, તો સૈતાન કોઅતો મોઠો હેય, તો યા દુનિયામાય રોહે.
આપા જાંઅજેહે, કા જીં કાદા પોરમેહેરા પોહો હેય, તો પાપ કોઅયાજ નાંય કોએ, કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ચ્યાલ બોચાવી રાખહે, એને સૈતાન ચ્યાલ આથ નાંય લાવી હોકે.
આપા જાંઅજેહે, કા આપા પોરમેહેરા પોહેં હેજે, એને બોદી દુનિયા સૈતાના તાબામાંય હેય.
ઓ મોઠો હાપ, તોજ હેય જો બોજ સમયા પેલ્લા દેખાલો આતો, જ્યાલ સૈતાન બી આખાયેહે, ઓ તોજ હેય જો દુનિયા લોકહાન દોગો દેતો યેનલો હેય. યાહાટી ચ્યા મોઠા અજગરાલ એને ચ્યા દૂતહાલ દોરતીવોય ફેકી દેવામાય યેના.