Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




યોહાન 14:17 - ગામીત નોવો કરાર

17 તો તી આત્મા હેય, જીં પોરમેહેરાબારામાય હાચ્ચાં પ્રગટ કોઅહે, જ્યાલ દુનિયા લોક સ્વીકાર નાંય કોઅય હોકે, કાહાકા દુનિયા લોક નાંય ચ્ચાલ એઇ હોકે નાંય ચ્ચાલ જાંઅતેહે, બાકી તુમા ચ્યાલ જાંઅતેહે, કાહાકા તી તુમહેઆરે રોહે, એને તો તુમહેમાય રોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




યોહાન 14:17
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

કાહાકા આખનારે તુમા નાંય હેય, બાકી તુમહે પવિત્ર આત્મા તુમહેકોય બોલી.


એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય.


ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય પોતાલ ઓહડા લોકહાન દેખાડતાહાવ, જ્યેં માયેવોય પ્રેમ કોઅતેહે, એને મા આગના પાળતેહે, એને મા આબહો ચ્યાવોય પ્રેમ કોઅરી, એને આપા ચ્યા પાહે યાહાવ, એને ચ્યાઆરે રાહાવ.


આંય આબાઇહીને તુમહેહાટી યોક મોદાત્યો દોવાડીહી, તો આત્મા હેય, જીં આબહા પાઅને યેહે, એને જીં હાચ્ચાં હેય તી પ્રગટ કોઅહે, જોવે તો યી, તોવે તો તુમહાન મા બારામાય આખરી.


બાકી જોવે તો હાચ્ચાં આત્મા યી, તોવે તો તુમહાન પોરમેહેરાબારામાય જીં હાચ્ચાં હેય તી હોમજાડી, કાહાકા તો પોતા ઓદિકારા કોઇન નાંય આખી, બાકી જીં પોરમેહેરાપાઅને વોનાયી, તીંજ આખી, એને આગલા ઓઅનાર્યો વાતો તુમહાન આખી.


કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”


યા લીદે, આંય પવિત્ર આત્મા ઓગવાઇથી પ્રાર્થના કોઅરા માગહુ, યાહાટી બિજા લોકબી ઈ હોમજે કા આંય કાય કોઅય રિઅલો હેય, એને જોવે આંય ગીતે આખહુ, તે આંય મા મોરજી હેય કા મા ગીત આખના પવિત્ર આત્માકોય પ્રેષિત રોય, યાહાટી આંય જીં ગીત આખહુ, તે બિજા લોકહાન હોમજાયા જોજે.


બાકી દુનિયા લોક પોરમેહેરા પવિત્ર આત્મા હાચ્યો વાતો નાંય માને, કાહાકા પવિત્ર આત્મા મોદાતકોય ચ્યે વાતહે પારાખ ઓઅય હોકહે.


તુમા હાચ્ચાંજ જાંઅતેહે કા તુમા પોતે પોરમેહેરા દેવાળા હેય, એને પોરમેહેરા આત્મા તુમહામાય વાસ કોઅહે.


તુમા નોક્કીજ જાંઅતેહે કા તુમહે શરીર દેવાળા હેય જ્યામાય પવિત્ર આત્મા રોહે, એને પવિત્ર આત્મા જીં તુમહાન પોરમેહેરા પાયને મિળલા હેય, તી તુમહામાય વોહતી કોઅહે, એને તુમા પોરમેહેરા હેય.


ઈ એઅરાહાટી તુમા પોતપોતાને પારખા, કા તુમહે બોરહો હાચ્ચો હેય કા નાંય, પોતપોતાને પારખા, કાય તુમા પોતાના બારામાય ઈ નાંય જાંએત, કા ઈસુ ખ્રિસ્ત તુમહેમાય હેય? જો નાંય તે તુમા લોક નોકામ્યા નિંગ્યહા.


પોરમેહેરા દેવાળામાય મુર્તિહી કાયજ જાગો નાંય હેય. કાહાકા આપા તે જીવતા પોરમેહેરા દેવાળા હેજે, જેહેકેન કા પોરમેહેરે પવિત્રશાસ્ત્રમાય આખ્યાહા, “આંય ચ્યા લોકહા મોનામાય રોહીં એને ચ્યાહાઆરે ચાલહીં, એને આંય ચ્યાહા પોરમેહેર ઓઅહીં, એને ચ્યા મા લોક ઓઅઇ.”


એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.


ઓ ગેર યહૂદી વિસ્વાસ્યાહાય તુમા ખ્રિસ્તાઆરે યોકજુટ હેય, યાહાટી તુમાબી પોરમેહેરા બિજા લોકહાઆરે જોડાય રીઅલા હેય, જેથી તુમા યોક ઓહડા ગોઆ બોની જા, જાં પોરમેહેરા આત્મા રોહે.


જેથી ખ્રિસ્તાવોય બોરહો કોઅલા કોય ખ્રિસ્ત તુમહે હૃદયામાય રોય, એને પોરમેહેર તુમહાન યોક બિજાવોય પ્રેમ કોઅરાહાટી મજબુત એને સ્થિર કોએ.


કાહાકા પોરમેહેરા ઇચ્છા આતી કા ચ્યા લોક ઈ જાંઆય લેય કા ખ્રિસ્તા મિલકાત એને મહિમા તુમા ગેર યહૂદી લોકહાહાટીબી હેય, એને મર્મ ઈ હેય: ખ્રિસ્ત તુમહામાય રોહોય, જો તુમહાલ ચ્ચા મહિમામાય ભાગીદાર ઓઅના આશા દેહે.


ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર જુઠા હિકાડનારાહા પાઅને હાચવી રાખ, જીં પોરમેહેરા પવિત્ર આત્મા મોદાતકોય આપહાન મિળલી હેય, જો આપહામાય રોહે.


તુમહેહાટી, તી પવિત્ર આત્મા, જ્યાલ તુમહાન ખ્રિસ્તાથી મિળલા હેય, તુમહેમાય રોહે, યાહાટી તુમહાન હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી કાદા માઅહા ગોરાજ નાંય હેય. ખ્રિસ્તાપાઅને મિળલા પવિત્ર આત્માજ તુમહાન બોદા કાય હિકાડેહે, ચ્યા શિક્ષણ હાચ્ચાં હેય, જુઠા નાંય; યાહાટી ચ્યા શિક્ષણા પરમાણે તુમા ખ્રિસ્તાઆરે એકતામાય બોની રા.


એને જો કાદો પોરમેહેરા આગના પાલન કોઅહે, તો પોરમેહેરાઆરે એને પોરમેહેર ચ્યાઆરે એકતામાય રોહોય, એને યાથી, એટલે ચ્ચે પવિત્ર આત્માથી જીં ચ્ચાય આપહાન દેનહા, આપા જાંઅતેહે, કા પોરમેહેર આપહેઆરે એકતામાય રોહોય.


ઓ પ્રિય પાહાહાય, તુમા પોરમેહેરા લોક હેય એને તુમહાય ચ્ચા જુઠા ભવિષ્યવક્તા વોય જીત મેળાવલી હેય, કાહાકા જો તુમહામાય હેય, તો સૈતાન કોઅતો મોઠો હેય, તો યા દુનિયામાય રોહે.


આપા પોરમેહેરા હેજે, જીં કાદાં પોરમેહેરાલ જાંઅહે, તી આમહે વાત વોનાયેહે, જીં કાદાં પોરમેહેરાલ નાંય જાંઆય, તી આમહે વાત નાંય વોનાય, યા નુસાર આમા હાચ્ચાં બોલનારા આત્મા એને જુઠા બોલનારા આત્માલ પારખી લેજેહે.


એને સાક્ષી દેનારા બી તીન હેય:


જો વોનાયા હાટી તિયાર હેય તો વોનાય લેય કા પવિત્ર આત્મા મંડળીલ કાય આખહે: જ્યા લોક જીત મેળાવતાહા, આંય ચ્યાહાન ચ્યા મન્નામાઅને દિહી, જીં ગુપ્ત હેય, આંય ચ્યામાઅને બોદહાન યોક ઉજળો દોગાડ દિહી, જ્યાવોય યોક નોવા નાંવ લોખલાં રોય. જીં માઅહું ચ્યાલ મિળવી ચ્યાલ છોડીન કાદાબી ચ્યા નાવાલ નાંય જાંઆય હોકી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ