10 આંય આબહામાય હેતાઉ એને માંયેમાય આબહો હેય, કાય તું યે વાતવોય બોરહો નાંય કોઆ? જીં વાત આંય તુમહાન આખતાહાવ, મા પોતા ઓદિકારા કોઇન નાંય આખતાહાવ, બાકી આબહો માંયેમાય રોયન તીંજ કામ કોઅહે જીં તો કોઅરા માગહે.
આંય એને આબહો યોક હેજે.”
બાકી જોવે આંય કોઅતાહાંવ, તે માયેવોય બોરહો નાંય બી કોઅહા, બાકી ચ્યા કામહાવોય બોરહો રાખા, કા તુમા જાંઆય એને હુમજે કા આબહો માયે માય હેય એને આંય આબહામાય હેય.”
જો માંયેમાય જીવહે એને માયેવોય બોરહો કોઅહે તો કોય દિહે નાંય મોઅરી. કાય તું યે વાતવોય બોરહો કોઅતીહી કા?”
કાહાકા માયે મા પોતા ઓદિકારા કોઇન વાત નાંય કોઅયી, બાકી પોરમેહેર આબહે જ્યેં માન દોવાડયોહો ચ્યાય માન આગના દેનહી, કા આંય કાય આખું એને કેહેકેન આખું?
માયેવોય બોરહો કોઆ, આંય આબહામાય હેતાઉ એને આબહો માંયેમાય હેય, નાંય તો જ્યા માયે ચમત્કાર કોઅલા હેય ચ્યાહા લેદે માયેવોય બોરહો કોઆ.”
જોવે આંય જીવતો પાછો યીહીં, તોવે તુમા જાંઆય લાહા, કા આંય મા આબહામાય હેતાઉ, એને તુમા માંયેમાય હેતા, એને આંય તુમહેમાય હેતાઉ.
જો કાદો માયેવોય પ્રેમ નાંય કોએ, તો મા આગના નાંય પાળે, એને જીં વચન તુમા વોનાતેહે, તી મા નાંય હેય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા આબહા હેય.”
કાહાકા જો સંદેશ તુયે માન દેનો, માયે ચ્ચાહાન પોઅચાડી દેનો એને ચ્યા સંદેશાલ ચ્યાહાય બોરહો કોઅયો, એને હાચ્ચાં જાંઅતાહા કા આંય તોપાઅને યેનહો, એને ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા તુયેજ માન દોવાડયોહો.
તો રાતી ઈસુવાપાય યેનો, એને ચ્યાલ આખ્યાં કા, “ઓ ગુરુજી, આમહાન ખોબાર હેય કા, પોરમેહેરાય તુલ આમહાન હિકાડાંહાટી દોવાડલો હેય, કાહાકા જ્યા ચમત્કાર તું કોઅતોહો, જોવે પોરમેહેર ચ્યાઆરે નાંય રોય તોવે ચ્યા ચમત્કાર કાદાં માઅહું નાંય દેખાડી હોકે.”
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા આબો પોરમેહેર સાદા કામ કોઅહે, એને માન બી કામ કોઅરા જોજે.”
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.
તોવે ઈસુવે જાવાબ દેનો કા, “મા શિક્ષણ મા નાંય હેય, બાકી પોરમેહેરા હેય, જ્યાંય માન દોવાડયો.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા માન માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહા, તોવે તુમા માયેવોય બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ, એને પોતે આંય કાય નાંય કોઉ, બાકી જેહેકેન પોરમેહેર આબહે માન હિકાડલા હેય, તેહેકેન આંય યો વાતો આખતાહાવ.
આંય તીંજ તુમહાન આખતાહાવ જીં માયે એઅયા, જોવે આંય પોતાના આબહા આરે આતો. એને તુમા તીંજ કોઅતા રોતહા જીં તુમહાય તુમહે આબહાથી વોનાલા હેય.”
બાકી આમી તુમા માન માઆઇ ટાકાં હોદતા આતા, કાહાકા માયે તુમહાન હાચ્ચાં આખી દેનહા, જીં માયે પોરમેહેરા આબહા પાઅને વોનાયો, એહેકેન તે આબ્રાહામાય નાંય કોઅયા.
પોરમેહેરે કેહેકેન નાજરેત ગાવા ઈસુલ પવિત્ર આત્માકોય એને સામર્થ્યાકોય અભિષેક કોઅયો, તો હારેં કામે કોઅતો એને ચ્યા બોદા લોકહાન જ્યા સૈતાનાકોય પીડાલા આતા, ચ્યાહાન હારાં કોઅતો ફિર્યો, કાહાકા પોરમેહેર ચ્યાઆરે આતો.
યા મોતલાબ ઓ હેય કા પોરમેહેરે માઅહા પાપહા દોષ ચ્યાહાવોય નાંય ગોણતા ખ્રિસ્તાથી પોતાના હાતે દુનિયા મેળમિલાપ કોઅય લેદો, એને યા મેળમિલાપા સંદેશા પ્રચારા સેવા આમહાન હોઅપી દેનહી.
કાહાકા પોરમેહેર આબહા પ્રસન્નતા ઈ વાત યામાયજ હેય કા, પોરમેહેરા પુરો સ્વભાવ ખ્રિસ્તામાય રોય.
યાહાટી છેતરાય મા જાહા, કાહાકા જોવે ખ્રિસ્ત માઅહું બોન્યો, તોવેબી તો પુરીરીતે પોરમેહેર આતો.
એને સાક્ષી દેનારા બી તીન હેય: