33 ઓ પોહહાય, આંય આજુ વાયજ વાઆ તુમહેઆરે હેતાઉ પાછા તુમા માન હોદહા બાકી જેહેકેન યહૂદી લોકહાન માયે આખ્યાં, જાં આંય જાય રિયહો, તાં તુમા નાંય યી હોકે, એને આમીબી તુમહાન તેહેકેનુજ આખતાહાવ.
સિમોન પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, તું કેછ જાય રિયહો?” ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “જાં આંય જાય રિયહો, તાં તું આમી મા પાહલા નાંય યી હોકા, બાકી ચ્યા પાછે તું મા પાહલા યેહે.”
માહારીજ દુનિયા માન નાંય એઅરી, બાકી તુમા માન એઅહા, કાહાકા આંય પાછો જીવી જાહીં, એને યાહાટી તુમાબી જીવતા રોહા.
મા પોરમેહેર આબહા ગોઆમાય રોઅના બોજ જાગો હેય, જોવે નાંય રોતા તોવે તુમહાન આંય આખતો કાહાકા આંય તુમહેહાટી જાગો તિયારી કોઅરા જાય રિયહો.
તો કાય આખા માગહે કા, ‘તુમા માન હોદહા, બાકી આંય તુમહાન નાંય મીળહી, એને જાં આંય હેય, તાં તુમા નાંય યી હોકે?’”
ઓ વિસ્વાસી બાહાહાય, જેહેકેન યોક થેએ પોહાલ જન્મો દેઅના સમયે બોજ આબદા કોઅહે, તેહેકેન આંયબી પાછો તુમહેહાટી આબદા બોગવી રિઅલો હેય, આંય યે આબદાયેહે માય તાંવ લોગુ રોહીં જાવ લોગુ તુમા ખ્રિસ્તામાય સિદ્ધ નાંય બોની જાય.
મા પ્રિય પાહાહાય, આંય યો વાતો તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પાપ નાંય કોએ, એને જો કાદો પાપ કોએહે તે આબહાપાય આપહે યોક મધ્યસ્થ હેય જો પાપ માફ કોઅરાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅહે એટલે ઈસુ ખ્રિસ્ત જો ન્યાયી હેય.
ઓ પ્રિય પાહાહાય, તુમા પોરમેહેરા લોક હેય એને તુમહાય ચ્ચા જુઠા ભવિષ્યવક્તા વોય જીત મેળાવલી હેય, કાહાકા જો તુમહામાય હેય, તો સૈતાન કોઅતો મોઠો હેય, તો યા દુનિયામાય રોહે.
ઓ પાહાહાય, મુર્તિપાઅને દુઉ રોજા.