3 ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંએ, તેહેકેન પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંએ, એને જ્યા લોકહાન આંય, પોહો નિવડે, ચ્યા લોક આબહાલ જાઅરી.”
પોરમેહેરાલ કાદે દેખ્યહો નાંય, બાકી પોરમેહેરા યોકનેયોક પોહો ચ્યા પોરમેહેરા પાહાય રોહે, ચ્યેય ચ્યાલ પ્રગટ કોઅયા.
પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો.
કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.
કાદાં માઅહું હોરગામાય નાંય ગીયહા બાકી કેવળ આંય, માઅહા પોહો હોરગામાઅને નિચે ઉતી યેનહો.
પોરમેહેર આબહો પોહાવોય પ્રેમ કોઅહે, એને બોદ્યોજ વસ્તુ ચ્યા તાબામાંય દેય દેનહા.
બાકી આંય ચ્યાલ વોળાખતાહાવ, કાહાકા આંય ચ્યાપાઅને યેનહો એને ચ્યે માન દોવાડયોહો.”
તોવે ઈસુવે આખ્યાં, “આંય થોડીવાઆ લોગુ તુમહેઆરે હેતાઉ, ચ્યા પાછે જ્યાંય માન દોવાડયો ચ્યાપાય ફિરી જાહીં.
ઈસુવે ચ્ચાહાન જાવાબ દેયન આખ્યાં, “જો આંય પોતે મા બારામાય સાક્ષી દાહાંવ, તેરુંબી મા સાક્ષી હાચ્ચી હેય, કાહાકા આંય જાંઅતાહાંવ, કા આંય કેછને યેતહાવ એને કેછ જાતહાવ? બાકી તુમહાન ખોબાર નાંય હેય, કા આંય કેછને યેનહો એને કેછ જાતહાવ.
ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.
યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”
કાહાકા પવિત્રશાસ્ત્રમાય ભજનકાર લોખહે કા, “પોરમેહેરાય બોદા કાય ખ્રિસ્તા ઓદિકારા આધીન કોઅય દી,” તે ઈ સાફ હેય કા ચ્યામાય પોરમેહેર સામીલ નાંય હેય કાહાકા તોજ હેય જ્યાંય ખ્રિસ્તાલ ઓ ઓદિકાર દેનલો હેય.
બાકી આમી યા દિહાહામાય ચ્યાય આમહે આરે પોતાના પોહા થી વાતો કોઅયો, ચ્યાજ કોઇન ચ્યે બોદા દુનિયા બોનાડ્યા, યાહાટી પોરમેહેરે ઓ નિર્ણયબી લેદો કા છેલ્લે બોદા કાય ચ્યાજ આધીન રોય.