49 કાહાકા માયે મા પોતા ઓદિકારા કોઇન વાત નાંય કોઅયી, બાકી પોરમેહેર આબહે જ્યેં માન દોવાડયોહો ચ્યાય માન આગના દેનહી, કા આંય કાય આખું એને કેહેકેન આખું?
આંય આબહામાય હેતાઉ એને માંયેમાય આબહો હેય, કાય તું યે વાતવોય બોરહો નાંય કોઆ? જીં વાત આંય તુમહાન આખતાહાવ, મા પોતા ઓદિકારા કોઇન નાંય આખતાહાવ, બાકી આબહો માંયેમાય રોયન તીંજ કામ કોઅહે જીં તો કોઅરા માગહે.
જો કાદો માયેવોય પ્રેમ નાંય કોએ, તો મા આગના નાંય પાળે, એને જીં વચન તુમા વોનાતેહે, તી મા નાંય હેય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા આબહા હેય.”
આંય તેહેકેજ કોઅતાહાંવ જેહેકેન આબહે માન આગના દેનહી, યાહાટી કા દુનિયા લોકહાન ખોબાર પોડે કા આંય આબહાવોય પ્રેમ કોઅતાહાંવ, ઉઠા, આપા ઇહિને જાતા.
આમીને તુમહાન ચાકાર નાંય આખું, કાહાકા ચાકાર નાંય જાંએ, કા માલિક કાય કોઅહે, બાકી તુમહાન માયે દોસ્તાર આખ્યાં, કાહાકા માયે જ્યો વાતો આબહા પાઅને વોનાયો, ચ્યો બોદ્યો તુમહાન આખી દેન્યો.
કાહાકા જો સંદેશ તુયે માન દેનો, માયે ચ્ચાહાન પોઅચાડી દેનો એને ચ્યા સંદેશાલ ચ્યાહાય બોરહો કોઅયો, એને હાચ્ચાં જાંઅતાહા કા આંય તોપાઅને યેનહો, એને ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા તુયેજ માન દોવાડયોહો.
આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આમા જીં જાંઅજેહે તીંજ આખજેહે, એને આમહાય જીં એઅયા ચ્યા સાક્ષી દેજહે, બાકી આમા જીં આખજેહે ચ્યાવોય તુમા બોરહો નાંય કોએત.
જીં કાય ચ્યાય એઅયા, એને વોનાલો હેય, ચ્યાજ સાક્ષી દેહે, એને બોજ વોછા લોક ચ્યા સાક્ષીવોય બોરહો કોઅતાહા.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.
“આંય પોતે કાય નાંય કોઇ હોકતાહાવ, આંય લોકહા ન્યાય તેહેકેન કોઅતાહાંવ, જેહેકેન પોરમેહેર આબો માન ચ્યાહા ન્યાય કોઅરા આખહે, એને મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય મા મોરજયેકોય નાંય ન્યાય કોઉ, બાકી મા દોવાડનારા મોરજયેકોય કોઅહુ.
સિમોન પિત્તરે ચ્યાલ જાવાબ દેનો, “ઓ પ્રભુ, આમા કા પાય જાજે? અનંતજીવના વાતો તોપાય હેય.
તોવે ઈસુવે જાવાબ દેનો કા, “મા શિક્ષણ મા નાંય હેય, બાકી પોરમેહેરા હેય, જ્યાંય માન દોવાડયો.
તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા માન માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહા, તોવે તુમા માયેવોય બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ, એને પોતે આંય કાય નાંય કોઉ, બાકી જેહેકેન પોરમેહેર આબહે માન હિકાડલા હેય, તેહેકેન આંય યો વાતો આખતાહાવ.
ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.
યે ચોપડયેમાય ઈસુ ખ્રિસ્તાલ પોરમેહેરાય જીં દેખાડયાં ચ્યે વાતહેબારામાય લોખલાં હેય, ચ્યાલ પોરમેહેરે યાહાટી દેખાડયાં કા તો પોતાના સેવાકાહાન ચ્યે ઘટનાહા બારામાય આખી હોકે જ્યો જલદીજ ઓઅનાર્યો હેય, એને ઈસુય ચ્યા હોરગા દૂતાલ દોવાડીન પોતાના સેવાક યોહાનાલ એટલે માન યો વાતો દેખાડયો.