37 એને ઈસુવે ચ્યાહા દેખતા બોજ ચમત્કાર કોઅયા, તેરુંબી ચ્યાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.
પાછે જ્યા શેહેરામાય ઈસુય બોજ મોઠે ચમત્કારા કામે કોઅલે તાઅને લોકહાન તો ઠોપકાડતો લાગ્યો, કાહાકા ચ્યાહાય પાપ કોઅના બંદ નાંય કોઅયેલ.
આબ્રાહામાય ચ્યાલ આખ્યાં, ‘જોવે તો મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તા ચોપડીમાઅને આગના નાંય માને, તે જો મોઅલા માઅને બી કાદો જીવી ઉઠી તેરુંબી ચ્યા બોરહો નાંય કોઅરી.’”
તો પોતાના લોકહામાય યેનો, બાકી પોતાના લોકહાય ચ્યા સ્વીકાર નાંય કોઅયો.
એને આંય જાંઅતાહાંવ કા સાદા મા વોનાતોહો, બાકી જીં ગીરદી આજુ-બાજુ ઉબલી હેય, ચ્યાહા લીદે માયે મોઠેરે બોંબલીન આખ્યાં, જ્યાથી ચ્યા બોરહો કોએ, કા તુયે માન દોવાડયોહો.”
જાવ લોગુ ઉજવાડો તુમહેઆરે હેય, તાંવ લોગુ ઉજવાડાવોય બોરહો કોઆ કા તુમા ઉજવાડા પોહેં બોના” યો વાતો આખીન ઈસુ તાઅને જાતો રિયો એને ચ્યાહા પાયને ગુપ્તમાય રિયો.
ઈ યાહાટી જાયા કા યશાયા ભવિષ્યવક્તાય જીં વચન આખ્યેલ તી હાચ્ચાં ઓઈ જાય, “ઓ પ્રભુ, આમહે સંદેશ વોય કુંયે બોરહો કોઅયો, એને પોરમેહેરા સામર્થ્ય કુંયે હોમજી પાડ્યા?”
જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
યોક મોઠી ગીરદી ચ્યા પાહલા ચાલી, કાહાકા જ્યા નોવાયે ચમત્કાર તો બિમાર્યાહાવોય કોઅતો આતો, ચ્યે ચ્યાહાન એઅતે આતેં.