36 જાવ લોગુ ઉજવાડો તુમહેઆરે હેય, તાંવ લોગુ ઉજવાડાવોય બોરહો કોઆ કા તુમા ઉજવાડા પોહેં બોના” યો વાતો આખીન ઈસુ તાઅને જાતો રિયો એને ચ્યાહા પાયને ગુપ્તમાય રિયો.
તોવે ચ્યાહાન છોડીન તો શેહેરા બારે બેથાનીયા ગાવામાય ગીયો, એને રાત તાં રિયો.
તુમા બોદા દુનિયા હાટી ઉજવાડા રોકે હેય, જીં શેહેર ડોગાવોય વસલાં હેય તીં દુબી નાંય હોકે.
“માલિકાય ચ્યા અન્યાયી કારબાર્યાલ આખ્યાં, તુયે બોજ હુશારી કોઇ કામ કોઅલા હેય, એહકોયજ યા દુનિયા લોક ચ્યાહા સોમાયા લોકહાઆરે વ્યવહારા માય, ઉજવાડા લોકહા કોઅતા બોજ ચતુર હેય.
યોહાન સાક્ષી દાંહાટી યેનો, કા તો ઉજવાડા બારામાય સાક્ષી દેય, કા બોદે ચ્યા સાક્ષી લીદે ઉજવાડાવોય બોરહો કોએ.
ચ્યે વાતે લીદે ઈસુ પાછે ખુલ્લી રીતે યહૂદી લોકહામાય નાંય ફિર્યો, બાકી તાઅને નિંગીન ઉજાડ જાગા પાહીને વિસ્તાર, એફરાઈમ ગાવામાય જાતો રિયો એને ચ્યા શિષ્યહાઆરે તાંજ રા લાગ્યો.
એને ઈસુવે ચ્યાહા દેખતા બોજ ચમત્કાર કોઅયા, તેરુંબી ચ્યાહાય ચ્યાવોય બોરહો નાંય કોઅયો.
આંય યા દુનિયામાય ઉજવાડો બોનીન યેનહો, કા જો કાદો માયેવોય બોરહો કોએ, તો આંદારામાય નાંય રોય.
બાકી જીં માઅહું હાચ્ચાયેવોય ચાલહે, તી ઉજવાડા પાય યેહે, કા ચ્યા કામહા ખોબાર પોડે જ્યેં પોરમેહેરા ઇચ્છાકોય કોઅલે હેય.”
તોવે ઈસુવે પાછા લોકહાન આખ્યાં, “આંય દુનિયા ઉજવાડો હેતાઉ, જીં માઅહું મા શિષ્ય બોની તો કાદે દિહી આંદારામાય નાંય ચાલી, બાકી ચ્યાલ તો ઉજવાડો મિળી જો અનંતજીવન દેહે.”
તોવે ચ્યાહાય ઈસુલ ઠોકાંહાટી દોગડા ઈશ્યા, બાકી ઈસુ દેવાળામાઅને ઠાવકોજ જાતો રિયો.
તુમા પેલ્લા સૈતાના તાબામાંય આંદારામાય આતા, બાકી આમી તુમા પ્રભુમાંય ઉજવાડામાય હેય, યાહાટી ઉજવાડા પોહહા હારકા જીવન જીવા.
કાહાકા તુમા બોદા ઉજવાડા લોક એને દિહયા લોક હેતા, આપા રાતી લોક નાંય એને આંદારાવાળા લોક નાંય હેજે.
બાકી આપા જ્યા દિહયા હેય, બોરહો એને પ્રેમા યોક જીલમા હારકા હેય ચ્યાલ પોવીલા જીં બચાવેહે એને તારણા આશા ટોપ પોવીન હાચવીન રા.