27 આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.
હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા.
આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે.
પાછા શિષ્યહાપાય યેયન ચ્યે ચ્યાહાન આખ્યાં, આજુબી તુમા હુતલાજ રા એને આરામ કોઅતાજ રા, ઓલહાંજ આમી, “એઆ આમી મા સમય યેય ગીઅલો હેય માન, માઅહા પોહાલ પાપી લોકહા આથામાય દેય દી.
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.
જોવે આંય દિનેરોજ દેવાળામાય તુમહેઆરે રોઇન હિકાડૂ, તેરુંબી તુમહાય માન નાંય દોઓયેલ. બાકી આમીતે તુમહે સમય હેય, એને આંદારાં ઓદિકાર ચાલહે.”
તોવે ચ્યાહાય દોગાડાલ ફેડી લેદો, પાછે ઈસુવે ઉચે નોજાર કોઇન આખ્યાં, “ઓ આબા આંય તો આભાર માનતાહુ કાહાકા તુયે મા વોનાય લેદા.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, તો સમય યેય ગીઅલો હેય, કા માન માઅહા પોહા મહિમા ઓએ.
યો વાતો આખ્યો પાછે ઈસુ મોનામાય દુ:ખી ઓઅય ગીયો, એને શિષ્યહાન આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમહેમાઅને યોક જાંઆ માન દોઅય દી.
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
ઈ યોક હાચ્ચી વાત એને માને હારખી હેય, કા ઈસુ ખ્રિસ્ત પાપી લોકહાન બોચાવાં યા દુનિયામાય યેનો એને પાપી લોકહામાય મોઠો પાપી આંય હેય.
કાહાકા જ્યાહાન પોરમેહેરે પોહેં આખીન હાદ્યા, ચ્યાહા શરીર હેય, યાહાટી પોહો ઈસુયબી શરીર ધારણ કોઅયા એટલે તો પોતાના મોઅનાથી, મોરણાવોય ઓદિકાર રાખનારા સૈતાનાલ નાશ કોએ.
ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.