19 તોવે પોરૂષીયા યોકબીજાહાન આખા લાગ્યા, વિચાર કોઆ, આપા કાય નાંય કોય હોકજે, બોદી દુનિયા ઈસુવા પાહલા ઓઅય રીઅલા હેય.”
બાકી જોવે મુખ્ય યાજકાહા એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ઈસુ મોઠે કામે, જ્યેં ચ્યાય કોઅલે, એને પોહાહાન દેવાળામાય “દાઉદ રાજા પાહા હોસાન્ના” એહેકેન બોંબલીન આખતા વોનાયા, તોવે ચ્યા ખિજવાય ગીયા.
ચ્યાહાટી માઅહે ચ્યાલ મિળાહાટી યેનલે આતેં, કાહાકા ચ્યાહાન ખોબાર પોડયેલ, ચ્યે ઓહડો ચમત્કાર દેખાડલો આતો.
કોલહાક યુનાની લોક તાં આતા, જ્યા સણા સમયે યેરૂસાલેમ શેહેરામાય ભક્તિ કોઅરા યેનલા આતા.
કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.
તોવે યોહાના શિષ્યહાય યોહાનાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, જીં માઅહું યારદેન નોયે ચ્યેમેરે ચ્યાહા આરી આતો, જ્યા બારામાય તુયે આખ્યેલ, એએ, તો આમી બાપતિસ્મા દેહે, એને બોદે ચ્યાપાય જાતહેં.”
એને ચ્યાહાન નાંય મિળ્યાં, ચ્યા ઈ બોંબાલતાજ યાસોન એને કોલહાક વિસ્વાસ્યાહાલ શેહેરા ન્યાય કોઅનારા ઓદિકાર્યાહા હામ્મે ખેચી લેય યેના, “યા લોક જ્યાહાય બોદેજ જાગે પરેશાની ફેલાડી દેનહી, ઈહીંબી યેનહા.
આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.