12 બીજે દિહે બો બોદા લોક જ્યા સણામાય યેનલા આતા, ઈ વોનાયને કા, ઈસુ યેરૂસાલેમ શેહેરામાય યી રિયહો.
પાછો ઈસુ પાસ્કા સણા આજુ છ દિહા પેલ્લા બેથાનીયા ગાવામાય યેનો, જાં ચ્યાય લાજરસાલ મોઅલા માઅને જીવતો કોઅલો આતો.
ચ્યાહાટી માઅહે ચ્યાલ મિળાહાટી યેનલે આતેં, કાહાકા ચ્યાહાન ખોબાર પોડયેલ, ચ્યે ઓહડો ચમત્કાર દેખાડલો આતો.
જોવે યહૂદી લોક વોનાયા કા ઈસુ તાં હેય, તોવે લોકહા યોક મોઠી ગીરદી તાં યેની, ચ્યે ઈસુવાલુજ નાંય, બાકી લાજરસાલ એઅરા હાટીબી યેનલે આતેં, જ્યાલ ચ્યે મોઅલા માઅને જીવતો કોઅયેલ.