9 ઈસુવે જાવાબ દેનો, “કાય દિહા બાર કોલાક નાંય રોય? જોવે કાદો દિહા ચાલે, તો ઠોકાતો નાંય જાય, કાહાકા દિહા ઉજવાડા કોય ચ્યાલ દેખાયેહે.
બાકી જોવે કાદો રાતી ચાલે, તો ઠોકાતો જાય, કાહાકા ચ્યાપાય ઉજવાડો નાંય હેય.”
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “થોડીવાઆ તુમહે વોચમાય ઉજવાડો હેય, જાવ લોગુ ઉજવાડો તુમહેઆરે હેય તાંવ લોગુ ચાલ્યાજ કોઆ, એહેકેન નાંય બોને કા આંદારાં ઓઈ જાય, જીં માઅહું આંદારામાય ચાલહે, ચ્યાલ ખોબાર નાંય કા તો કેછ જાય રિયહો.
જ્યેં માન દોવાડયોહો, ચ્યા હોપલા કામ આમહાન જલદી પુરેં કોઅના હેય, કાહાકા રાત યેહે, ચ્યેમાય કાદો કામ નાંય કોઇ હોકે.
જો કાદો વિસ્વાસી બાહાવોય પ્રેમ કોઅહોય, તોજ ઉજવાડામાય જીવી રિઅલો હેય, એને યાહાટી ચ્યામાય ઓહડા કાયબી નાંય હેય, જીં કાદાં બિજા પાપ કોઅના કારણ બોને.