51 ચ્યે પોતા કોઇન એહેકોય નાંય આખ્યાં, બાકી ચ્યે વોરહે મહાયાજક રોઇન ચ્યા મુંયેકોઇન પોરમેહેરે વાત કોઅયી, કા ઈસુ ઈસરાયેલ લોકહાહાટી મોઅઇ જાનારો આતો.
જેહેકોય કા આંય, માઅહા પોહો, બીજહા સેવા કોઅરાહાટી યા દુનિયામાય યેનો, યાહાટી નાંય યેનો કા બીજે મા સેવા કોએ, આંય ઘોણા લોકહાન ચ્યાહા પાપાહામાને છોડાવાહાટી પોતાનો જીવ દાં યેનો.”
જેહેકેન આબહો માન જાંઅહે એને આંય આબહાલ જાંઅતાહાંવ, એને મા ગેટહા હાટી આંય મા જીવ દેતહાવ.
તોવે ચ્યાહામાઅને કાયફા નાંવા સોબા સભ્ય આતો તો ચ્યા વોરહા મહાયાજક આતો, ચ્યે ચ્યાહાન આખ્યાં, “તુમા કાયજ નાંય જાંએત.
એને પેલ્લા હન્ના પાય લેય ગીયા, કાહાકા તો ચ્યા વોરહા મહાયાજક આતો, કાયફા મહાયાજકા હાઅરોહો આતો.
જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.
ખ્રિસ્ત જો પાપ વગર આતો, ચ્યાલ પોરમેહેરે આમહેહાટી પાપ કોઅઇ દેનો, એટલે આમા પોરમેહેરા નોજરેમાય ન્યાયી બોની હોક્યે કાહાકા ખ્રિસ્તાય આમહે પાપહા ડોંડ લેય લેદો.
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
તો પોતેજ આમહે પાપહાલ પોતાના શરીરાવોય લેયને હુળીખાંબાવોય ચોડી ગીયો, જ્યાથી આમા પાપહાહાટી મોઅયન ન્યાયપણાહાટી જીવન જીવજે, એને ચ્યા ઘાવહાથી આમા હારાં ઓઅય ગીયહા.
આંય ઈ યાહાટી આખતાહાવ, કાહાકા ઈસુ ખ્રિસ્તાયબી યોકુજ વોખાત આમહે પાપાહા લીદે દુઃખ વેઠયાં એને તો યોક ન્યાયી આતો તેબી આમે અન્યાયાહાહાટી મોઓઈ ગીયો, એટલે આમહાન પોરમેહેરાપાય લી યેય હોકે, તો શરીરા રુપામાય તે મોઓઈ ગીયો બાકી પવિત્ર આત્મા સામર્થ્યા થી પાછો જીવતો કોઅય દેનલો ગીયો.
આપહે પાપ કાડી ટાકાંહાટી, ખ્રિસ્ત યોક બલિદાન બોની ગીયો, એને કેવળ આપહેજ પાપહાહાટી નાંય, બાકી બોદા દુનિયા લોકહા પાપહાહાટી બી.