4 ઈ વોનાઈન ઈસુવે આખ્યાં, “ઈ બિમારી મોઅરાંહાટી નાંય હેય, બાકી પોરમેહેરા મહિમાહાટી હેય, કા ચ્યાકોય પોરમેહેરા પોહા મહિમા ઓએ.”
બાકી જોવે આંય કોઅતાહાંવ, તે માયેવોય બોરહો નાંય બી કોઅહા, બાકી ચ્યા કામહાવોય બોરહો રાખા, કા તુમા જાંઆય એને હુમજે કા આબહો માયે માય હેય એને આંય આબહામાય હેય.”
ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”
ઓ મા આબા, દેખાડ કા તું કોલહો મહિમામાય હેય તોવે હોરગામાઅને ઓહડો આવાજ ઓઅયો, “માયે દેખાડી દેના કા આંય કોલહો મહિમામાય હેતાંવ, એને આંય યાલ પાછો દેખાડીહી.”
ઈસુવે ઈ આખ્યાં પાછે આકાશા એછે એઇન આખ્યાં, “ઓ આબા, તો સમય યેય ગીયહો, કા તું પોહા મહિમા કોઓ, કા પોહોબી તો મહિમા કોએ.
મા જીં કાય હેય, તી બોદા તો હેય, એને જીં તો હેય, તી મા હેય, એને ચ્યાહાકોય મા મહિમા પ્રગટ જાયલી હેય.
એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
યાહાટી બોદા લોકહાન જેહેકેન આબહા આદર કોઅતેહે, તેહેકેન પોહા બી આદર કોઅરા જોજે, જો પોહા આદર નાંય કોએ, તો આબહા જ્યાંય પોહાલ દોવાડયોહો, આદર નાંય કોએત.
ઈસુવે જાવાબ દેનો, “જો આંય પોતા કોઇન માન હોદુ તોવે મા મહિમા કાયજ નાંય; બાકી મા મહિમા કોઅનારો મા આબહો હેય, એને તુમા આખતાહા, કા તો આમહે પોરમેહેર હેય,
તોવે યહૂદી આગેવાનહાય જો આંદળો આતો ચ્યાલ બીજેદા હાદિન પુછ્યાં, “હાચ્ચાં આખીન પોરમેહેરા સ્તુતિ કોઓ, આમહાન ખોબાર હેય કા તો માઅહું પાપી હેય.”
ઈસુવે જાવાબ દેનો, “નાંય તે ચ્યાય પાપ કોઅલા આતા, નાંય તે ચ્યા આયહે આબહાય બાકી યાહાટી આંદળો જોનમ્યો કા પોરમેહેરા સામર્થ્યા કામ ચ્યામાય દેખાયાં જોજે.
બાકી આંય પૂછતાહાવ, કાય ઈસરાયેલ લોક ઠોકાર લાગના લીદે સાદાહાટી નાશ ઓઅય ગીયા? નાંય, કોવેજ નાંય, બાકી ચ્યાહા બોરહો નાંય કોઅના લીદે ગેર યહૂદી લોકહાન તારણ મિળ્યાં, જેથી ઈસરાયેલ લોકહાન ચ્યાહા પ્રતિ ગુસ્સો ઓઅય.
એને પોરમેહેરા મહિમા એને સ્તુતિહાટી તુમા ઈસુ ખ્રિસ્તા ન્યાયપણા ફળાહાથી ભરપુર ઓએ, ઈ ઈસુ ખ્રિસ્તજ દેય હોકહે.
મા ઈ બોજ ઇચ્છા એને આશા હેય કા આંય કોહડીબી પરિસ્થીતીમાય શરમિંદા નાંય ઓઉં, બાકી પેલ્લા હારકા આમીબી ખ્રિસ્તા બારામાય પ્રચાર કોઅના પુરી ઈંમાત ઓએ, ઓઅય હોકે, આંય જીવતો રોઉં કા મોઅઇ જાંઉ આંય મા પુરાં જીવનાકોય ખ્રિસ્તા મહિમા કોઅતો રોઉં.
ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.
જો કાદાપાય પ્રચાર કોઅના વરદાન હેય, તે તો પોરમેહેરા સંદેશા પ્રચાર કોએ, જો કાદાપાય બિજા લોકહાન મોદાત કોઅના વરદાન હેય, તે તો ચ્યા સામર્થ્યા થી કોએ જીં પોરમેહેર દેહે, તે જીં કાયબી તુમા કોઅહા તી ઈસુ ખ્રિસ્તા કોઇન પોરમેહેરાલ મહિમા દેવાડી. બોદી મહિમા સામર્થ કાયામ-કાયામહાટી ચ્યા હેય. આમેન.
પાછે જો ખ્રિસ્તા નાંવા લેદે તુમહે નિંદા કોઅલી જાહાય, તે ધન્ય હેતા, કાહાકા પોરમેહેરા મહિમામય આત્મા, તુમહેમાય રોહે.