33 જોવે ઈસુવે ચ્યેલ એને ચ્યે આરે યેનલા યહૂદી લોકહાનબી રોડતા દેખ્યા તોવે ચ્યે હુંઅકા ટાક્યા, બોજ નિરાશ ઓઈ ગીયો.
તોવે તો ખિજવાલો ચારીચોમખી એઇ રિયો, એને ચ્યાહા મોના કઠાણતા લેદે દુ:ખી જાયો, ઈસુવે આથ ઉખાય ગીઅલા માઅહાન આખ્યાં “તું તો આથ લાંબો કોઓ” ચ્યે આથ લાંબાવ્યો, ચ્યા આથ હારો ઓઅઇ ગીયો.
ઈ વોનાઈન ઈસુવે જાવાબ દેનો, “ઓ બોરહો નાંય થોવનારા લોકહાય, માન તુમહેહાતે કોલહાલોગુ રા જોજે? એને આંય તુમહે કોલહા વેઠું? ચ્યા પોહાલ માયેપાંય લેય યા.”
એને બોજ યહૂદી લોક માર્થા એને મરિયમ પાય ચ્યેહે બાહા લાજરસા બારામાય દિલાસો દાં યેનલે.
તોવે જ્યા યહૂદી લોક મરિયમે આરે ગોઅમે આતેં, એને ચ્ચેલ દિલાસો દી રીઅલે આતેં, ચ્યાહાય મરિયમેલ તારાત ઉઠીન બાઆ જાતી દેખી, તોવે ચ્યા ચ્યે પાહલા-પાહલા ગીયે કાહાકા ચ્યા એહેકોય હોમજ્યા કા તી માહણામાય રોડાં હાટી જાહાય.
ઈસુવે આખ્યાં, “તુમહાય ચ્ચાલ કેછ થોવહ્યો?” ચ્યાહાય આખ્યાં, “પ્રભુ, ચાલીન એય લે.”
ઈસુ રોડયો.
ઈસુ બોજ નિરાશ ઓઇન માહાણા પાય યેનો, તાં યોક ગોડદો આતો એને મોઠો દોગાડ ચ્યા બોગારા આલુડ કોઅલો આતો.
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
યો વાતો આખ્યો પાછે ઈસુ મોનામાય દુ:ખી ઓઅય ગીયો, એને શિષ્યહાન આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમહેમાઅને યોક જાંઆ માન દોઅય દી.
આનંદ કોઅનારાહા આરે આનંદ કોઆ, એને રોડનારાહા આરે રોડા.
આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા.