28 ઈ વાત આખીન તી જાતી રોયી એને ચ્યે બોઅહી મરિયમેલ ઠાવકાજ હાદિન આખ્યાં, “ગુરુ ઈહીંજ હેય, એને તુલ હાદહે.”
ચ્યે આખ્યાં શેહેરામાય ફલાણા પાય જાયા એને ચ્યાલ આખી દેજા કા ગુરુ આખહે કા, મા દિહી પાહાય યેય પોઅચ્યોહો, તો ગોઆમાય આંય મા શિષ્યહાઆરે પાસ્કા સણા જેવાણ કોઅહી.
જોવે ઈસુ ચ્યા વોનાયો તોવે ઈસુ ઉબો રોય ગીયો એને આજુ બાજુને લોકહાન ચ્યાલ લિયાહાટી આખ્યાં, એને લોકહાય ચ્યા આંદળાલ હાદિન આખ્યાં, “ઈંમાત રાખ, ઉઠ, ઈસુ તુલ હાદહે.”
એને તો જ્યા ગોઆમાય જાય, તાંઅના ગોઆ માલિકાલ આખજા, કા ‘ગુરુય આખ્યાહા કા મા શિષ્યહાઆરે આંય પાસ્કા સણા જેવાણ ખાઅના ખાઉં ચ્યાહાટી માંહાટી ખોલી કેછ હેય?’
એને ગોઆ માલિકાલ આખા, આમહાન પ્રભુવે તુલ આખા દોવાડયાહા, કા મા શિષ્યહાઆરે આંય પાસ્કા બાખે ખાઉં તી ખોલી કેછ હેય?”
આંદ્રિયાસ પેલ્લા ચ્યા બાહા સિમોનાલ મિળ્યો એને ચ્યાલ આખ્યાં, “આમહાન ખ્રિસ્ત એટલે મસીહા, મિળી ગીયહો.”
ફિલિપાલ નતનએલ મિળ્યો તોવે ચ્યાલ આખ્યાં, “આમહાન તી માઅહું મિળ્યહા, જ્યા બારામાય મૂસા નિયમશાસ્ત્ર માય એને ભવિષ્યવક્તાહાય લોખલાં આતા, તો નાજરેત ગાવામાઅને યોસેફા પોહો ઈસુ હેય.”
ચ્યાહાહાટી મેંડવાળ્યો બાઅણા ઉગાડેહે, એને ગેટેં ચ્યા આવાજ વોળાખતેહે, એને તો ચ્યા ગેટાહાન નાંવે કોઇન હાત કોઅહે એને ચ્યાહાન બાઆ લેય જાહે.
માર્થા ઈસુ યેયના ખોબાર વોનાઈન તી ચ્યાલ મિળાં ગીયી, બાકી મરિયમ ગોઅજ રિયી.
તી વોનાતાજ તારાત ઉઠી એને ચ્યાલ મિળાં ગીયી.
ઈસુ આજુ ગાવા બાઆ આતો, જાં માર્થા મિળ્યેલ તાંજ આતો.
તુમા માન ગુરુ, એને પ્રભુ, આખતાહા, તી હાચ્ચાં આખતાહા, કાહાકા આંય તુમહે ગુરુ એને પ્રભુ બી હેતાઉ.
ઈસુવે ચ્યેલ આખ્યાં, “મરિયમ!” ચ્યેય પાહલા ફિરીન ચ્યાલ હિબ્રુનીમાય આખ્યાં, “રબ્બુની મતલબ ઓ ગુરુજી.”
યાહાટી ચ્યા શિષ્યાય જ્યાલ ઈસુ પ્રેમ કોએ, તો સિમોન પિત્તરાલ આખ્યાં, “ઓ તો પ્રભુ હેય” પિત્તરે ઈ વોનાઈન કા પ્રભુ હેય, ડોગલાં પોવી લેદા જ્યેં ચ્યાય માછલે દોઅતા સમયે કાડી થોવલે. એને પાઅયામાય કુદી પોડયો.
ચ્યાહાટી તુમા યોકબિજાલ દિલાસો દા, એને બોરહામાય યોકાબીજાલ મજબુત કોઆ, જેહેકેન તુમા કોઅય બી રીયહા.
યાહાટી ડીલા આથહાન એને લોથાડતા ગુટણાહાલ મજબુત કોઆ.