37 જોવે આંય મા આબહા કામ નાંય કોઉ, તોવે માયેવોય બોરહો મા કોઅહા.
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન આખી દેના, એને તેરુંબી તુમા બોરહો નાંય કોએત, જીં કામ આંય મા પોરમેહેર આબહા ઓદિકારા કોઇ કોઅતાહાંવ તીજ મા સાક્ષી હેય.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “માયે તુમહાન મા આબહા ઇહિને બોજ હારેં કામે દેખાડયેહે, ચ્યાહામાઅને કોઅહા કામાહાટી તુમા માન દોગડાટા કોઅતાહા?”
આંય આબહામાય હેતાઉ એને માંયેમાય આબહો હેય, કાય તું યે વાતવોય બોરહો નાંય કોઆ? જીં વાત આંય તુમહાન આખતાહાવ, મા પોતા ઓદિકારા કોઇન નાંય આખતાહાવ, બાકી આબહો માંયેમાય રોયન તીંજ કામ કોઅહે જીં તો કોઅરા માગહે.
જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.
જોવે આંય પોતા બારામાય સાક્ષી આખું, તોવે મા સાક્ષી હાચ્ચી નાંય હેય.