29 મા આબહે, જ્યાંય ચ્યાહાન માન દેનહે, બોદહા કોઅતો તો મોઠો હેય, એને ચ્યાહાલ આબહા વોયને કાદો પેચકી નાંય હોકે.
એને આંય ચ્યાહાન અનંતજીવન દેતહાવ એને ચ્ચે કોય દિહે નાશ નાંય ઓઅરી, એને ચ્યાહાન કાદો માયે વોઅને પેચકી નાંય લેય.
આંય એને આબહો યોક હેજે.”
તુમા વોનાયા કા માયે તુમહાન કાય આખ્યાં, આંય જાય રિયહો એને પાછો તુમહેપાય યેતહાવ જોવે તુમા માન પ્રેમ કોઅતા, તોવે તુમા યે વાતોકોય ખુશ ઓઅતા, કા આંય આબહાપાય જાતહાવ કાહાકા આબહો મા કોઅતા મોઠો હેય.
આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.
કાહાકા તુયે ચ્યાલ બોદા માઅહાવોય પુરો ઓદિકાર દેનહો, તોવે તો જ્યાહાલ તુયે ચ્યાલ દેનહા, ચ્યા બોદહાન તો અનંતજીવન દેય.
“માયે તો બારામાય ચ્યા લોકહાન આખ્યાં, જ્યાહાન તુયે દુનિયામાઅને માન દેનહા, કા તું કું હેય, ચ્યે તો આતેં એને તુયે ચ્ચાહાન માન દેને, એને ચ્યાહાય તો આગના પાળી.
ચ્યાહાહાટી આંય પ્રાર્થના કોઅતાહાંવ, દુનિયા લોકહાહાટી પ્રાર્થના નાંય કોઉ, બાકી ચ્યાહાહાટી જ્યાહાન તુયે માન દેનહે, કાહાકા ચ્યે તો હેય.
આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.