24 તોવે યહૂદી આગેવાનહાય ઈસુપાય ટોળો વોળીન પુછ્યાં, “તો બારામાય આમે મોનામાય કોવે લોગુ શંકામાય રોજે? જો તું ખ્રિસ્ત હેતો, તે આમહાન ખુલ્લી રીતે આખી દે.”
ચ્યાહાય ઈસુલ પુછ્યાં, “કાય તો તુંજ ખ્રિસ્ત હેય, જ્યાલ દોવાડના વાયદો પોરમેહેરાય કોઅલો આતો, કા આમા યોકતા બિજા વાટ જોવજે?”
ઈસુય ઈ વાત ખુલ્લી-ખુલ્લી રીતે આખી દેની, તોવે પિત્તરે ચ્યાલ આલાગ લેય જાયન પીડા એને માઆઇ ટાકના બારામાય વાત કોઅયી યાહાટી ખિજવાયા લાગ્યો.
લોકહામાય ખ્રિસ્તા વેલ્લા યેયના મોઠી આશા પૈદાહા ઓઅઇ ગિઇ, એને યોહાના બારામાય મોનામાય ચ્યા વિચાર કોઅતા લાગ્યા કા, “કાય ઓજ ખ્રિસ્ત નાંય ઓરી?”
જોવે યહૂદી આગેવાનહાય યેરૂસાલેમ શેહેરામાઅને યાજક એને લેવીયાહાન યોહાનાલ ઈ પુછા દોવાડયા કા, “તું કું હેતો?” તોવે યોહાના સાક્ષી ઈ.
તોવે પાછા યોકદા યહૂદી આગેવાનહાય ચ્યાલ ઠોકાંહાટી દોગાડ ઈશ્યા.
યહૂદી આગેવાનહાય ચ્યાલ જાવાબ દેનો, “હારાં કામાહાટી તુલ નાંય દોગડાટી દેજે બાકી પોરમેહેરા નિંદાયે હાટી કાહાકા તું માઅહું છતા, પોરમેહેર હેતાઉ એહેકેન આખતોહો.”
માયે યો વાતો તુમહાન દાખલા કોઇન આખલ્યો હેય, બાકી તો સમય યી રિઅલો હેય, તોવે આંય તુમહાન દાખલા કોઇન નાંય આખું બાકી ખુલ્લી રીતે આબહા બારામાય આખી દિહી.
યહૂદી આગેવાનહાય ઈસુલ પુછ્યાં, “તું કું હેતો?” ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવેને માયે હિકાડના સુરુ કોઅયાહાં, તોવેને આંય તુમહાન આખતો યેનહો કા આંય કું હેતાંવ.
આમે આબહો આબ્રાહામ તો મોઅઇ ગીયો, કાય તું ચ્યા કોઅતો મોઠો હેય? એને ભવિષ્યવક્તા બી મોઅઇ ગીયા, તોવે તું પોતાલ કાય હોમાજતોહો?”
યો વાતો ચ્યા આયહે આબહાય યાહાટી આખ્યો, કાહાકા ચ્યાહાન યહૂદી આગેવાનહા દાક આતી, કાહાકા યહૂદી આગેવાનહાય નોક્કી કોઅયેલ કા, જીં માઅહું ઈસુવોય બોરહો કોએ કા તો ખ્રિસ્ત હેય, ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને કાડી દેવામાય યેય.
યાહાટી ઓહડી આશા રાખીન આમા ઇંમાતથી બોલજેહે.