17 કાહાકા નિયમશાસ્ત્ર મૂસાકોય દેનલા આતા બાકી પોરમેહેરાય ઈસુ ખ્રિસ્તાકોય સદા મોયા એને હાચ્ચાઇ દેખાડી.
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
તુમા એહેકેન મા હોમજાહા કા આંય આબા હોમ્મે તુમહાવોય દોષ થોવહી, મૂસા નિયમશાસ્ત્ર, જ્યાવોય તુમહાય આશા રાખીહી, તુમહાવોય દોષ થોવી.
કાય મૂસાએ તુમહાન નિયમશાસ્ત્ર નાંય દેનહો કા? તેરુંબી તુમહામાઅને કાદો નિયમ નાંય પાળે, તો તુમા માન કાહા માઆઇ ટાકાં હોદતાહા?”
એને તુમા હાચ્ચાં જાંઅહા, એને હાચ્ચાં તુમહાન છુટકો કોઅરી.”
આમા જાંઅજેહે કા પોરમેહેરે મૂસાઆરે વાતો કોઅયો બાકી ઓ કેછને હેય તીં આમહાન ખોબાર નાંય.”
તોવે પાઉલાહાટી ચ્યાહાય યોક દિહી ઠોરવ્યો, એને બોજ બોદા લોક ચ્યા તાં યોકઠા ઓઅયા, એને તો પોરમેહેરા રાજ્યા સાક્ષી દેતા, એને મૂસા નિયમશાસ્ત્ર એને ભવિષ્યવક્તાહા ચોપડયેહે માઅને ઈસુ બારામાય હોમજાડી-હોમજાડીન હાકાળેહેથી વોખાતાહાલોગુ વર્ણન કોઅતો રિયો.
ઓજ મૂસા યોક ભવિષ્યવક્તા રુપામાય આપહે આગલ્યા ડાયહા આરે આતો જોવે ચ્યે ઉજાડ જાગામાય હોરગા દૂતા આરે યોકહાતે બેગે આતેં, તાં સીનાય ડોગાવોય મૂસાલ જીવન દેનારા વચન મિળ્યાં એને ચ્યાય આપહે લોગુ પોઅચાડી દેના.
તોવે તુમહાવોય પાપા ઓદિકાર નાંય ઓરી, કાહાકા તુમા મૂસા નિયમા આધીન નાંય બાકી પોરમેહેરા સદા મોયા આધીન જીવતાહા.
કાહાકા પોરમેહેરા જોલા વાયદા હેતા, ચ્યા બોદા ખ્રિસ્તામાય “હાં” હેય યાહાટી આમા પોરમેહેરા મહિમાયેહાટી ઈસુ ખ્રિસ્તથી આમેન બી આખતાહા.
આંય જીં તુમહાલ આખા માગહુ તી ઈ હેય, કા પોરમેહેરાય આબ્રાહામાઆરે જો કરાર કોઅલો આતો, ચ્ચા ચારસો તીસ વોરહા પાછે મૂસાલ નિયમ દેનલો ગીયો, ચ્યાથી પોરમેહેર ચ્ચા કરારાલ રદ્દ નાંય કોઅય હોકે, એને નાંય બોદલી હોકે.
મૂસા નિયમાહા નુસાર લગભગ બોદીજ વસ્તુહુલ લોય છાટીન ચોખ્ખેં કોઅલે જાં જોજે, લોય વોવાડ્યા વોગાર, પોરમેહેર લોકહાન ચ્યાહા પાપહાહાટી માફી નાંય કોઅય હોકે.