20 તે તુમહાન ઈ માલુમ રા જોજે, કા જો કાદો ચ્ચા હાચ્ચાયે વાટ છોડી દેનલા માઅહાલ પાછા ફેરવી લેય યેય, તે તો ચ્ચા જીવ મોરણાથી બોચાડી, એને પોરમેહેર ચ્ચા બોજ પાપાહાલ માફ કોય દેઅરી.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જીં માઅહું મા વચન વોનાયેહે એને માન દોવાડયોહો ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાલ મિળી ગીયહા, ચ્યાલ ડોંડ નાંય દી, બાકી અનંતકાળના મોરણા માઅને બોચી ગીયહો એને પેલ્લો અનંતજીવનામાય જાય હોકહયો.”
જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.
આંય એહેકેન યાહાટી આખતાહાવ કાહાકા પોરમેહેરાય ચ્યા બુદ્યેમાય ઈ દેખ્યેલ કા લોક દુનિયા જ્ઞાનાકોય પોરમેહેરાલ કોવેજ નાંય જાંઆય હોકી, યાહાટી પોરમેહેરાય ચ્ચા લોકહાન બોચાવાં વિચાર કોઅયો જ્યા ચ્ચે હારી ખોબારેવોય બોરહો કોઅતાહા જ્યા બારામાય આમાહાય પ્રચાર કોઅયો, બાકી કોલહાક લોક યાલ મૂર્ખતા હોમાજતાહા.
જોવે આંય બોરહો કોઅનામાય નોબળા લોકહાઆરે રોહુ, તે આંય ચ્યાહાઆરે ચ્યાહા હારકો વ્યવહાર કોઅહુ, જેથી આંય ચ્યાહાન ખ્રિસ્તા આગના પાળાહાટી મોદાત કોઅય હોકુ, આંય બોદા માઅહાહાટી બોદા કાય બોન્યો, કા કેહેકેન કેહેકે કોલહાક લોકહા તારણ કોઅય હોકુ.
યા બારામાય હાચવીન રો કા તું કેહેકેન રોતહો એને કાય હિકાડતોહો, યે વાતહેમાય મજબુત રોજે, કાહાકા એહેકેન કોઅહે તે પોરમેહેરાકોય પોતે તું એને તો વોનાનારાહાન બી ડૉડાપાઅને બોચાડેહે.
આંય પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંય પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંય તો મોદાત નાંય કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંય મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.
યા પાછે, જોવે તો પાપ કોઅરા યોજનાયે વિચાર કોઅહે, તે પાપા જન્મો ઓઅહે, એને પાપ વોદી જાહે, પાછે યા પરિણામ અનંતકાળ મોરણ ઓઅહે.
યાહાટી બોદી મલીનતા એને વેર-ભાવ વોદના દુર કોઇન, ચ્ચા પોરમેહેરા વચનાલ નમ્રતાકોય માની લે, જીં તુમહે રુદયામાય વોઅલા ગીયા એને જીં તુમહે જીવા તારણ કોઅય હોકહે.
એને બોરહા પ્રાર્થનાથી રોગી બોચી જાઅરી એને પ્રભુ ચ્ચાલ હારો કોઅરી, જો ચ્ચાય પાપ બી કોઅયે ઓરી, તે પોરમેહેર ચ્ચાલ માફ કોઅરી.
ઓ મા બાહાબોઅયેહેય, જો તુમાહામાય યોકતો માઅહું હાચ્ચાયે વાટ છોડી દેય, એને જો કાદો ચ્ચાલ પાછા ફેરવી લી યેય.
બોદહાથી મહત્વા વાત ઈ હેય કા યોક બિજાવોય વોદારે પ્રેમ કોઆ, કાહાકા જો તુમા લોકહાવોય પ્રેમ કોઅહા તે તુમા કાયામ કોઅહાબી ગલત કામાલ માફી દાંહાટી તિયાર રાહા જ્યો ચ્યાહાય કોઅયોહો.