11 એઆ, આમા ધીર રાખનારાહાલ ધન્ય આખજેહે, તુમહાય અયુબા ધીરજા બારામાય તે વોનાલાજ હેય, એને પ્રભુવા પાઅને જીં ચ્ચા ઇનામ મિળ્યાં ચ્ચાકોય બી જાય લેદાહા, જ્યાલ પ્રભુવા બોજ કરૂણા એને દયા પ્રગટ કોઅહે.
કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી; બાકી જ્યા લોક માયેવોય બોરહો કોઅનામાય લાગી રોય, એને દોરત્યેવોય ચ્યા જીવના છેલ્લે હુદી મા પાહલા ચાલતો રોય, ચ્યાલ પાપહા ડોંડ બોગાવનાથી તારણ ઓઅઇ જાઅરી.
ચ્યા દયા ચ્યા બિખ રાખનારા લોકહાવોય પેડયે પાઠી પેડી બોની રોહે.
કાહાકા જો કાદો માગહે, ચ્યાલ મિળહે; એને જો કાદો હોદહે, ચ્યાલ જોડહે; એને જો કાદો ઠોકહે, ચ્યાહાટી ઉગાડી દેવામાય યેહે.
જેહેકોય તુમહે આબો દયા કોઅહે, તેહેકોય તુમાબી દયા કોઆ.
કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
જેથી ચ્યા મહિમામય સદા મોયા સ્તુતિ ઓઅય હોકે, તી સદા મોયા આપહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાકોય મોફાતમાય મિળલી હેય.
બાકી પોરમેહેર બોજ દયાળુ હેય, ચ્યા પોતાના મોઠા પ્રેમ કોઅના લીદે જ્યાકોય ચ્યાય આમહાવોય પ્રેમ કોઅયા.
જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઅના છોડી દેતહેં એને ચ્યે નાશ ઓઈ જાતહેં, ચ્યા લોકહામાઅને આમા નાંય હેજે, બાકી જ્યેં પોરમેહેરાવોય બોરહો કોઇન આત્માલ બોચાડતહેં ચ્યા લોકહામાઅને આમા હેજે.
કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.
બાકી પોરમેહેરા લોકહામાય ખ્રિસ્ત તે યોક પોહા હારકો બોરહાવાળો હેય એને જો પોતાના ઈંમાત એને ચ્યે આશામાય બોરહાલ બોનાડી રાખજે. યાવોય આમા આશા કોઅજેહે તે આપાબી પોરમેહેરા લોક હેજે.
ધન્ય હેય તીં માઅહું, જો પરીક્ષામાય ટોકી રોહે, કાહાકા જોવે તો પરીક્ષા માઅને હાચ્ચો સાબિત ઓઅહે તે તો અનંતજીવના મુગુટ મેળવી, જ્યા વાયદો પોરમેહેરેય ચ્ચાન કોઅયોહો જો ચ્ચાલ પ્રેમ કોઅતેહે.
ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.
યાહાટી, હારેરીતે વિચાર કોઆ એને પોતાના મોનાલ કાબુમાય રાખા, એને હાચવીન રા એને ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના સમયે તુમહાન મિળનારા તારણાહાટી પુરી-પુરી આશા રાખા, જીં પોરમેહેર તુમહાન પોતાના સદા મોયાથી દેઅરી, જોવે ઈસુ ખ્રિસ્ત હોરગામાઅને, પાછો યા દુનિયામાય યેઅરી.
જો તુમા ન્યાયપણા લીદે દુઃખબી ઉઠાવતાહા, તે આસલીમાય તુમા ધન્ય હેતા, તેહેકેન કોઆ જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં આતાં, “ચ્યા લોકહાથી મા બીયહા, જ્યા તુમહાન બીયાડતાહા એને યે વાતે ચિંતા નાંય કોઅતા કા લોક કાય કોઅય હોકતાહા.”
યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.