4 એઆ, જાહાજ બી, ભલે ઓહડે મોઠે રોતેહેં, એને વદારે વારાથી ચાલાડલે જાતહેં, તેરુંબી યોક વાહના સુકાનથી જાહાજ ચાલાડનારા ઇચ્છા નુસાર ફિરાવલા જાહે.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.
એને દોરિયામાય મોઠા વાવાઝોડા યેના, ઓલા બોદા કા ઉડી લાફાહા કોઇન બુડી જાં કોઅહે બાકી ઈસુ હુતલો આતો.
બાકી સુબેદારાય કેપ્તાન એને જાહાજા માલિકા વાતહેલ પાઉલા વાતહે કોઅતા વોદારે માન્યા.
જોવે આપા ગોડહાન આપહે કાબુમાય કોઅરાહાટી ચ્ચા મુયામાય લગામ લાવતાહા, તોવે આમા ચ્ચા બોદા શરીરાલ બી ફેરવી હોકતાહા.
યે રીતે જીબ બી યોક શરીરા હાનો ભાગ હેય બાકી મોઠી-મોઠી વાતહે ઘમંડ કોઅહે, એઆ કેહેકેન, યોક વાહના સીનગા યોક મોઠયે જાડયેલ હોલગાડી દેહે.