14 બાકી જો તુમા પોત-પોતે મોનામાય બોજ ઓદરાય એને સ્વાર્થ રાખતાહા, તે ઘમંડ નાંય કોઅના, એને નાંય તે હાચ્ચાયે વિરુદમાય જુઠા બોલના.
કાહાકા પિલાત રાજાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઅવાડી દેનેલ.
ચ્યા તુમહાન ચ્યાહા સોબાયે ઠિકાણા માઅને કાડી દી, બાકી ઓહડો સમય યી રોયહો, કા જો કાદો તુમહાન માઆઇ ટાકી, તો એહેકોય હોમજી કા આંય પોરમેહેરા સેવા કોઅતાહાંવ.
બાકી યહૂદી આગેવાનહાય ગીરદી દેખીન ઈર્ષ્યા કોય બાઆય ગીયા, એને નિંદા કોઇન પાઉલા વાતહે વિરુદમાય બોલા લાગ્યા.
આંયબી હોમજ્યેલ કા નાજરેત ગાવામાય રોનારો ઈસુ નાંવા વિરુદમાય મા બોજ કાઅઈ કોઅરા જોજે.
તોવે મહાયાજક એને ચ્યા બોદા હાંગાત્યા જ્યા સાદૂકી ટોળા આતા, પ્રેષિતાહા આરે ઈર્ષ્યા કોઅરા લાગ્યા.
એને યાકૂબા પોહાહાય યોસેફા આરે ઈર્ષ્યા કોઇન ચ્યાલ મિસર દેશામાય જાનારાહાલ ગુલામા રુપામાય વેચી દેનો, બાકી પોરમેહેર ચ્યાઆરે આતો.
યાહાટી ચ્ચા બોદા પ્રકારા અધર્મ ખારાબ કામે, એને લોબ, એને દુશ્માની વિચારાહાકોય બોરાય ગીયા, એને ડાહ, એને ખૂન, એને જગડા, એને છલ, એને ઓદરાયેથી ભરપુર ઓઈ ગીયા, એને ચુગલ્યો કોઅનારે,
આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.
જો તું પોતાલ યહૂદી આખાડતોહો, એને મૂસા નિયમ વોય બોરહો કોઅતોહો, એને અભિમાન કોઅતોહો કા તું પોરમેહેરા ખાસ માઅહું હેય.
બાકી જ્યેં સ્વાર્થી હેય એને હાચ્ચાયેલ નાંય માને, બાકી ખારાબ કામ કોઅતેહે, ચ્યાહાવોય પોરમેહેરા ગુસ્સો એને કોપ પોડી.
જ્યા લોક બિજા લોકહાવોય પ્રેમ કોઅતાહા, ચ્યા લોક ધીરજવાન એને દયાળુ હેય, ચ્યા ઓદરાય નાંય કોઅય, ચ્યે પોતે બોડાઈ નાંય કોએ, એને અભિમાન નાંય કોએ.
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
એને તુમહાન યે વાતે લીદે દુઃખી બોના જોજે, એને ઓહડા માઅહાન મંડળી સંગતી માઅને કાડી ટાકી દાં જોજે, બાકી તુમા તે આજુ વોદારે અભિમાન કોઅતાહા.
તુમહે અભિમાન કોઅના હારાં નાંય હેય, “તુમા નોક્કીજ જાંઅતેહે કા, બાકી યોક માઅહું મંડળીમાય વ્યબિચાર કોઅનારો ઓરી, એને ચ્ચાલ મંડળી માઅને કાડી નાંય ટાકે તે વાયજ ખમીર બોદા લોંદાલ ખમીર બોનાવી દેહે.”
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
બાકી જોવે તુમા જોનાવરહા હારકા યોકબિજાલ ચાવીન ખાય જાતાહા, તે તુમહાન હાચવીન રા જોજે, એહેકેન નાંય બોના જોજે કા તુમા યોકબીજા નાશ કોઅય દા.
મુર્તિપુજા એને મેલી વિદ્યા, દુશ્માની, જોગડો કોઅના, ઓદરાય કોઅના, ગુસ્સો કોઅના, સ્વાર્થ, વિરોદ કોઅના, ફુટ પાડના,
મોનામાય ખારાબ વિચાર કોઅના, દારવા પિઅના, એને વ્યબિચાર કોઅના એને ચ્યે યાહા હારકે બીજે આજુબી ખારાબ કામે કોઅતેહે. આંય તુમહાન ચેતાવણી દેતહાવ જેહેકેન માયે પેલ્લા બી તુમહાન ચેતાવણી દેનલી આતી, કા જ્યે માઅહે ઓહડે કામે કોઅતેહે ચ્ચે પોરમેહેરા રાજ્યા વારસદાર નાંય ઓરી.
આપહાન ઘમંડ નાંય કોઅરા જોજે, યોકબિજાલ હેરાન નાંય કોઅરા જોજે એને યોકા બિજા આરે આડાઇ નાંય કોઅરા જોજે.
એને ઓલે લોગુ કા ચ્ચા સુન્નત કોઅલા યહૂદી વિસ્વાસી બી બોદા મૂસા નિયમ નાંય પાળેત, બાકી ચ્યા તુમહાન સુન્નત કોઆડાં માગતાહા જેથી બિજા યહૂદી લોકહા હામ્મે ઘમંડાકોય આખી હોકે કા તુમહે સુન્નત ચ્યાહા લીદે જાયલા હેય.
ઈ હાચ્ચાં હેય કા કોલહાક લોક ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર જગડા એને માયેવોય ઓદરાય કોઅના લીદે કોઅતાહા, કોલહાક હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા.
સ્વાર્થ એને જુઠી બડાયીથી દુઉ રોજા, બાકી બોદે વિસ્વાસી નમ્ર બોનીન બીજહાન પોતા કોઅતા હારાં માને.
ચ્યા ઇચ્છા હેય કા બોદહાન હાચ્ચાયે જ્ઞાન ઓઅય, એને બોદહા બોચાવ ઓઅઇ જાય.
તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
ચ્ચાય પોતાનાજ ઇચ્છાયે કોય આમહાન હાચ્ચાયે વચનાકોય પોતે પોહેં બોનાડયે, કા આમા બોદા વિસ્વાસી ચ્ચાથી બોનાડલી ગીયલી બોદી યોક વસ્તુહુ બોદહાથી મહત્વા ભાગ હેતા, જેહેકોય પાકલા અનાજા પેલ્લા ફળ બોદહાથી મહત્વા ભાગ ઓઅહે.
યાહાટી કા જાં ઓદરાય એને સ્વાર્થ ઓઅહે, તાં જગડો એને બોદા પ્રકારા ખારાબ કામ ઓઅહે.
ઓ મા બાહાબોઅયેહેય, જો તુમાહામાય યોકતો માઅહું હાચ્ચાયે વાટ છોડી દેય, એને જો કાદો ચ્ચાલ પાછા ફેરવી લી યેય.