19 ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, ઈ વાત તુમા જાંઆય લા, હર યોક માઅહું વોનાયા હાટી તેજ એને બોલવામાય ઘીર એને ગુસ્સામાય દિમો ઓએ.
બાકી આંય તુમહાન આખતાહાવ કા જો ચ્યા બાહાવોય ગુસ્સો કોઅરી, ચ્યાલ પોરમેહેર સજા કોઅરી એને કાદો ચ્યા બાહાલ નોકામ્યા આખરી ચ્યાલ યહૂદીયાહા મોઠી સોબાયેમાય સજા કોઅરી; એને જો કાદો આખે ‘ઓ મૂર્ખ’ ચ્યાલ નરકા આગડા સજા દેવામાય યી.
જોવે દાઉદ રાજા પોતેજ ચ્યાલ પ્રભુ આખહે, પાછે તો ચ્યા કુળા કેહેકેન ઓઅહે? એને લોકહા ટોળો ચ્યા ખુશ્યેકોય વોનાત.
તોવે બોજ લોક ટોળો જાયા એને યા લીદે ઓલે બોદે કા તી ગુઉ લોકહાકોય બોરાય ગીયા, ઓલે લોગુ કા બાઆપુર ને જાગો બી લોકહાકોય બોરાય ગીઅલો આતો. ઈસુ ચ્યા લોકહાન પોરમેહેરા હારી ખોબાર આખતો આતો.
બોજ કર લેનારા એને જ્યાહાન લોક પાપી આખતેહે ચ્ચા લોક ચ્ચા પાહી વોનાયા હાટી યાં આતા.
બાકી ચ્યા કાયજ કોઇ હોક્યા નાંય કા ઈ કેહેકેન કોઅજે, કાહાકા બોદા લોક બોજ ધ્યાનથી ચ્યા વોનાતા આતા.
એને ચ્યાજ દિહીહયામાય જોવે લગભગ યોક હોવને વિહી વિસ્વાસી યોખઠા આતા, તોવે પિત્તર ચ્યાહા વોચમાય ઉબો રોયન આખા લાગ્યો.
તોવે માયે તારાત તોપાય માઅહે દોવાડયે, એને તુયે હારાં કોઅયા કા યેનો, આમી આમા બોદે ઈહીં પોરમેહેરા હામ્મે હેજે, કા જીં કાય પોરમેહેરે તુલ આખ્યાહા ચ્યાલ આખ.”
ઈ વોનાઈન ગેર યહૂદી લોક બોજ ખુશ ઓઅઇ ગીયા, એને પોરમેહેરા વચના સ્તુતિ કોઅરા લાગ્યા, એને જોલે અનંતજીવનાહાટી નિવાડલે, ચ્યા બોદહાય બોરહો કોઅયો.
યા લોક તે થેસ્સાલોનિક શેહેરા યહૂદીયાહાથી વદારે હારાં આતા, એને ચ્યાહાય હાચ્ચે મોનાકોય વચન વોનાય લેદેલ, એને રોજ દિને પવિત્રશાસ્ત્રામાય હોદતા રિયા કા યો વાતો એહકોયજ હેત્યો કા નાંય.
એને ચ્યે પ્રેષિતાહા પાયને હિકના, ચ્યાહાઆરે મિળીન રોઅના એને ચ્યે પ્રભુભોજમાય ભાગી ઓઅતે આતેં એને પ્રાર્થના કોઅરા દૃડતાથી લાગી રિયે.
જોવે ખિજવાય જાવાય, તે ધ્યાન રાખા કા તુમહેકોય પાપ નાંય ઓઅય જાય, લાંબા સમાયા લોગુ ગુસ્સામાય મા રાહા.
તુમા રોગ કોઅના, ખિજવાય જાઅના, ગાળી દેઅના, નિંદા કોઅના, એને બોદા જાત્યા ખારાબ કામ કોઅના છોડી દા.
તી શાંતી જીં ખ્રિસ્ત દેહે, ચ્ચાલ તુમહે રુદયામાય રાજ કોઅરા દા, કાહાકા તુમા બોદા યોકુજ શરીરા અવયવ હેય એને યાહાટી તુમહાન યોકા બિજા આરે શાંતિથી રાંહાટી હાદલા હેય, એને તુમા ધન્યવાદ કોઅતે રા.
બાકી આમી તુમા રોગ કોઅના, ખિજવાય જાઅના, નિંદા કોઅના, એને ગાળી દેઅના, ઈ બોદા બંદ કોઅય દા.
યાહાટી આમા સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅજેહે કા જોવે આમા તુમહે વોચમાય પોરમેહેરા હારી ખોબાર પ્રચાર કોઅયો તોવે તુમા વોનાયા તે તુમહાય યા સંદેશાલ માઅહા નાંય બાકી પોરમેહેરા સંદેશ હેય એહેકેન કોઇન સ્વીકાર કોઅયા, એને તી તુમહેમાય કામ કોઅહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય, છેતરાયાહા મા.
ઓ મા બાહાબોઅયેહેય, જોવે તુમહેવોય બોદયે જાત્યે પરીક્ષાયો યેય, તે તુમા યા મોઠા આનંદા વાત હોમજાં.
જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય.
ઓ મા બાહાબોઅયેહેય, તુમા આપહે મહિમામય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો રાખતાહા યાહાટી તુમહામાય ભેદભાવા વિચાર નાંય રોય.
ઓ મા પ્રિય બાહાબોઅયેહેય વોનાયા, પોરમેહેરાય ચ્ચા લોકહાન નિવાડલા હેય, જ્યા યા દુનિયા નોજરેમાય ગરીબ હેય, યાહાટી કા બોરહામાય મિલકાતવાળા ઓઅઇ જાય એને ચ્ચા રાજ્યા વારસો બોને, જ્યાથી પોરમેહેરાય આપહે પ્રેમ કોઅનારાહાન દેયના વાયદો કોઅયોહો.
યોકાજ મુયાકોય સ્તુતિ એને હારાપ બેની નિંગતેહે, ઓ મા બાહાબોઅયેહેય, એહેકોય નાંય ઓરા જોજે.
ઓ બાહાબોઅયેહેય, યોક બિજા નિંદા મા કોઅહા, જો આપહે આર્યા વિસ્વાસી નિંદા કોઅહે, કા આપહે આર્યા વિસ્વાસીવોય દોષ લાવહે, તો નિયમા નિંદા એને નિયમાહા ન્યાય કોઅહે, બાકી તું નિયમા નિંદા કોઅતોહો, તે તું નિયમાહાન પાળનારો નાંય, બાકી તું નિયમાહા ન્યાય કોઅનારો હેય.
બાકી ઓ મા બાહાબોઅયેહેય, બોદહાથી ઉત્તમ વાત ઈ હેય, કા કસમ નાંય ખાઅના, નાંય હોરગા કા દોરત્યે નાંય કાદ્યે બિજ્યે વસ્તુહુ, બાકી તુમહે વાત કોઅના હાં તે હાં, એને નાંય તે નાંય ઓએ, યાહાટી કા તુમા પોરમેહેરાથી ગુનેગાર નાંય ઠોરાવલા જાય.
ઓ મા બાહાબોઅયેહેય, જો તુમાહામાય યોકતો માઅહું હાચ્ચાયે વાટ છોડી દેય, એને જો કાદો ચ્ચાલ પાછા ફેરવી લી યેય.
માયે તુમહાન યાહાટી નાંય લોખ્યાં, કા તુમા હાચ્ચાં નાંય જાંએ, બાકી યાહાટી, કા તુમા ચ્યાલ જાંઅતેહે, એને યાહાટી કા કોઅહાજ જુઠા, હાચ્ચાયેથી નાંય હેય.