11 દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.
બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તીં કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તીં ઉખાઈ ગીયા.
‘ચ્યા પેલ્લાંહાય યોકુજ કલાક કામ કોઅયા, એને તુયે ચ્યાહાન આમહે બોરાબર કાંબારાં દેના જ્યાહાય દિહી બોઇન કામ કોઅયા તીડકો સહન કોઅયો?’
જો પોરમેહેર રાનામાઅને ગાહીયા તીં આજે હેય એને કાલે વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો હારાં બોનાડેહે તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તો હાચ્ચોજ તુમહે દેખભાલ કોઅરી.
બાકી બોપરેહે દિહી ચોડયો એને તીડકો લાગ્યો તોવે તારાત તી કોમાઈ ગીયા, એને મુળે નાંય બોઠે ચ્યાહાટી તી ઉખાઈ ગીયા.
એને યા દુનિયામાય જીં કાય આમહાપાય હેય, આમહાન ચ્યાલ બોજ કિમતી નાંય હોમજાં જોજે, કાહાકા જીં કાય યા દુનિયામાય હેય, તી બોદા નાશ ઓઅય જાઅરી.
આમા ચ્યા મહાન બોરકાતેહેલ મેળવાહાટી વાટ જોવજેહે, જીં ચ્યાય આપહેહાટી તિયાર કોઇન હોરગામાય થોવલી હેય, જાં તી નાંય હોડે એને નાંય તી ખારાબ ઓએ, એને નાંય તી મિટાય જાય.
કાહાકા જોવે ઈસુ ખ્રિસ્ત, જો કા આમહે મુખ્ય ગોવાળ હેય, પાછો ફિરી યેઅરી, તોવે તુમહાન યોક કોદહીજ કરમાય નાંય જાય ઓહડો મહિમાયે મુગુટ દેઅરી.